'સુપર 30' ફિલ્મનું ફર્સ્ટ લુક થયું લોન્ચ, ટ્વિટર પર છવાઈ ગયો ઋૃતિક રોશન - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સુપર 30’ ફિલ્મનું ફર્સ્ટ લુક થયું લોન્ચ, ટ્વિટર પર છવાઈ ગયો ઋૃતિક રોશન

‘સુપર 30’ ફિલ્મનું ફર્સ્ટ લુક થયું લોન્ચ, ટ્વિટર પર છવાઈ ગયો ઋૃતિક રોશન

 | 2:19 pm IST

ફિલ્મ ‘સુપર 30’ કોચિંગનાં સ્થાપક આનંદ કુમાર પર બની રહેલી બોયોપિકનું ફર્સ્ટ લુક લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં આનંદ કુમારની ભૂમિકા નિભાવતા અભિનેતા ઋૃતિક રોશનએ આ પોસ્ટરને પાતોના ટ્વિટર એકાઉન્ટ પર પણ શેર કર્યુ છે. આ ફિલ્મ માટે પોતાનો લુક ચેન્જ કર્યો છે અને દાઢી પણ વધારી છે. તેમજ પોતાની હેર સ્ટાઈલ પણ આનંદ કુમાર જેવી કરી છે. ફિલ્મ માટે તેમનો આ લુક સોશિયલ મીડિયા પર બહુ શેર કરવામાં આવી રહ્યો છે.

તેમજ તે પહેલાં રવિવારએ ફિલ્મનાં શૂટિંગ માટે તે વારાણસી પહોંચ્યા હતા. ઋૃતિક 4 દિવસ સુધી વારાણસીમાં ફિલ્મનું શૂટિંગ કરશે. આ ફિલ્મમાં ઋૃતિક સિવાય મોહમ્મદ ઝીશાન અય્યૂબ અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં છે.

‘સુપર 30’ ને ‘ક્વીન’ ફેમ વિકાસ બહલ ડિરેક્ટ કરી રહ્યા છે. વારાણસીમાં આ ફિલ્મનું શૂટિંગ મોટાભાગે રામનગર કોર્ટમાં થશે. જો કે, ફિલ્મનાં મેકર્સ આ ફિલ્મનું શૂટિંગ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કરવા માંગતા હતા પરંતુ યુનિવર્સિટી એ શૂટિગ કરવાની પરવાનગી ના આપી.

ઋૃતિકએ તસ્વીરની સાથે કેપ્શનમાં લખ્યું કે હવે સફર શરૂ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ આનંદ કુમાર પર બનાવામાં આવી રહી છે. તેમને વર્ષ 1992માં ગણિત ભણાવાનું શરૂ કર્યુ હતું. શરૂઆતનાં સમયમાં તેમને 500 રૂપિયાના ભાંડાનાં એક રૂમમાં ભણાવાનું શરૂ કર્યુ હતું. તેના પછી થોડાક સમયમાં તેમના કોચિંગમાં ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 500 સુધી પહોંચી ગઈ હતી. આંદની આ સફળતા પર આધારિત હોવાથી આ ફિલ્મનું નામ ‘સુપર 30’ રાખવામાં આવ્યું છે.