viral-content-this-girl-underwent-200-surgeries-to-look-beautiful
  • Home
  • Photo Gallery
  • આ યુવતીએ સુંદર દેખાવા કરાવી 200 સર્જરી, ખર્ચ કર્યા 16 કરોડ રૂપિયા

આ યુવતીએ સુંદર દેખાવા કરાવી 200 સર્જરી, ખર્ચ કર્યા 16 કરોડ રૂપિયા

 | 1:50 pm IST

દુનિયામાં દરેક લોકો સુંદર દેખાવા માંગતા હોય છે પરંતુ ઇંગ્લેન્ડમાં રહેતી આ મહિલાએ તો હદ કરી નાખી તેવું કહીએ તો પણ ખોટું નહીં કહેવાય. સુંદરતા પામવા માટે આ મહિલા જે હદ સુધી ગઇ છે તે જાણીને તમારી આંખો પહોળી થઇ જશે.

ઇંગ્લેન્ડના સ્ટાફોર્ડશાયરમાં રહેતી 28 વર્ષની ડેલ્ગુડિસ બાળપણથી બાર્બી ડોલ જેવી દેખાવા માંગતી હતી. આ માટે તેણે 1-2 નહીં પરંતુ 200 સર્જરી કરાવી અને તેના પર અધધધ 16 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ પણ કર્યો.

જેનિફર લોપેઝને પોતાનો આદર્શ માનતી ડેલ્ગુડિસે 17 વર્ષની ઉંમરમાં તેમનું ઘર છોડી દીધું હતું અને બાદમાં પોલ ડાન્સર તરીકે કામ કર્યું હતુ. પોલ ડાન્સમાંથી થતી કમાણીની તેણે બચત કરી હતી અને બાદમાં આ રકમ સર્જરી પાછળ વાપરી હતી. ડેલ્ગુડિસે કરાવેલી સર્જરીમાં લિપ એન્ડ ચીક બોટોક્સ, આઇબ્રો લીફ્ટ, સ્કિન ટ્રીટમેન્ટ, બોમ્બ રિકંસ્ટ્રક્શન, બ્રેસ્ટ ઇમ્પલાન્ટ, હેર ઇમ્પ્લાન્ટ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન