viral-on-internet-stuning-photoshoot-in-body-fitted-gown-malaika-arora
  • Home
  • Featured
  • બોડીકોન ગાઉનમાં મલાઈકા અરોરાએ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, Photos

બોડીકોન ગાઉનમાં મલાઈકા અરોરાએ કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, Photos

 | 5:12 pm IST

મલાઈકા અરોરાએ હાલમાં એક ફોટોશૂટ કરાવ્યુ છે. તમામ ફોટાઓમાં મલાઇકા અરોરા સ્ટનિંગ લાગી રહી છે. હાઈ નેક બોડી ફિટેડ થાઈ સ્લિટ ગાઉનમાં તે કમાલની લાગી રહી છે. મલાઈકાની ખુબસુરતીનો આમ પણ કોઈ જવાબ નથી.

metallic કલરના શિમરી ગાઉનમાં ખાસ મેકઅપમાં તે ખુબજ ગ્લેમરસ લાગી રહી હતી. ફોટાઓમાં તેના ડ્રેસને ખાસ હાઈલાઈટ કરવામાં આવી છે. 44 વર્ષની આ અભિનેત્રી આજે પણ કમાલની સ્ટાઈલીશ અને સુંદર દેખાઈ રહી છે. મલાઈકા ફિટનેસને કારણે પણ એટલીજ જીણીતી છે. તેને જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. બોલીવુડમાં પણ તે પોતાનો જીદૂ ચલાવી ચુકી છે. તેના ફોટોશુટની તમામ તસ્વીરો ફેન્સમાટે વાયરલ થાય છે. લોકો તેને આવા ગ્લેમર લુકમાં ખુબજ પસંદ કરે છે.

મલાઈકા અરોરા પોતાની હેલ્થને લઈને ફેમસ છે. કેટલાયે વર્ષોથી તે પરફેક્ટ બોડી શેપમાં જોવા મળે છે. ઈન્ડસ્ટ્રીઝમાં એવી કેટલીયે એકટ્રેસ છે જે મલાઈકાના ફિટનેસ મામલે પ્રેરણા લે છે.

ખુદને ફિટ રાખવા મલાઈકા પરફેક્ટ ડાયટચાર્ટને ફોલો કરે છે. સાથે સાથે જીમ, યોગા કરે છે. તેને કેયલીયે વાર આ રીતે જીમની બહાર સ્પોટ કરવામાં આવી છે. તેમના એક્સરસાઇઝ કરતા વીડિયો અવારનવાર સામે આવે છે.
મલાઈકાને હાલમાં જ ઈન્ડીયા ગોટ ટેલેન્ટના સેટ પર જોવા મળી હતી. મલાઈકા આ શોને જજ કરી રહી છે. તેમની સાથે સાથે આ શોમાં કિરણ ખેર, કરણ જૌહર તેમની સાથે જજની પેનલમાં છે.