Viral Photos : Radhika Apte Trying To Eat Lizard
  • Home
  • Entertainment
  • Bollywood
  • બાપ રે! ગરોળીઓ ખાય છે આ અભિનેત્રી, મોટા મોટા સ્ટાર્સની સાથે કર્યું છે કામ

બાપ રે! ગરોળીઓ ખાય છે આ અભિનેત્રી, મોટા મોટા સ્ટાર્સની સાથે કર્યું છે કામ

 | 2:21 pm IST

નાના પડદાનો શો ‘ખતરો કે ખેલાડી’માં સિતારાઓ અજબ ગજબ સ્ટંટ અને પ્રાણીઓ સાથે રમતા નજરે પડી રહ્યા છે, પરંતુ આ અભિનેત્રી પોતાની અસલી જિંદગીમાં કંઇ ઓછી ઉતરતી નથી. થોડાક સમય પહેલા તેની એક તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી. તસવીરમાં રાધિકા આપ્ટે એક ગરોળીને ખાવાની કોશિશ કરતી નજરે પડી રહી હતી.

રાધિકાને આ પ્રકારની હરકતો જોઇને તમામ લોકો આશ્વર્યમાં મૂકાયા હતા. તમે જાતે જોઇ શકો છો કે કોઇ વ્યક્તિ પોતાના ગળા પર ગરોળી રાખીને કેવી રીતે ખાઇ શકે છે? પરંતુ રાધિકાના ચહેરા પર તેનો કોઇ ભાવ જોવા મળતો નથી.

જો તમે રાધિકાની તસવીર જોઇને તમારા મનમાં અનેક સવાલો ઉદ્દભવ્યા હશે તો અમે તમને જણાવી દઇએ કે, આ એક મઝાક હતી. રાધિકાએ મજાક વાળી વાત પોતાની પોસ્ટમાં સ્પષ્ટ કરી દીધી છે. આ તસવીર ‘પેડમેન’ના શુટિંગ દરમિયાનની છે. રાધિકાએ તસવીરની સાથે #Prankman લખીને સ્પષ્ટ કરી દીધું હતું કે આ એક મઝાક છે, પરંતુ તેના ફ્રેન્સ તસવીરથી ઘણા હેરાન છે.

ચલો માની લીધું કે રાધિકાએ મઝાક કર્યો પરંતુ ટીવી પર ‘બહુ હમારી રજની કાંત’ શોમાં રોબોટની ભૂમિકા નિભાવીને ચર્ચામાં આવેલી રિદ્ધિમા પંડિતે ‘ખતરો કે ખેલાડી’માં અસલી ગરોળી અને કીડા મકોડાની સાથે સ્ટંટ કર્યો હતો. તે દરમિયાન તેમની હાલત ખુબ જ ખરાબ હતી. તેમનું કહેવું હતું કે, સ્ટંટ વખતે તેને લાગ્યું કે કીડા તેના મોઢામાં જઇ રહ્યા છે.

રાધિકા આપ્ટેની વાત કરીએ તો તે 11 જાન્યુઆરીએ ‘બોમ્બારિયા’ લઇને આવી રહી છે. આ ફિલ્મ એક ડાર્ક કોમેડી છે. આશા છે કે દર્શકોને રાધિકાની નવી ફિલ્મ પસંદ પડશે.