પ્રિયા પ્રકાશની લોકપ્રિયતાથી પરિવાર પરેશાન, મોકલી ઘરની બહાર - Sandesh
  • Home
  • Entertainment
  • પ્રિયા પ્રકાશની લોકપ્રિયતાથી પરિવાર પરેશાન, મોકલી ઘરની બહાર

પ્રિયા પ્રકાશની લોકપ્રિયતાથી પરિવાર પરેશાન, મોકલી ઘરની બહાર

 | 5:14 pm IST

રાતોરાત સોશિયલ મીડિયા પર હાહાકાર મચાવનાર અને મલયાલમ ફિલ્મથી ડેબ્યૂ કરનારી અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરિયર એક ક્લિપનાં કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. ગઇ છે. વેલેન્ટાઇન વીકમાં વાઇરલ થયેલા તેની આંખની અદાઓ વાળાં વીડિયોનાં કારણે આ અભિનેત્રી સમગ્ર વિશ્વમાં ત્રીજી સૌથી લોકપ્રિય ઇન્સ્ટાગ્રામ સેલેબ્રિટી બની ગઈ છે. જો કે મલયાલી અભિનેત્રીને મળેલી લોકપ્રિયતાને કારણે તેનો પરિવાર ખુશ નથી. આ વિશે અભિનેત્રી પ્રિયાની માતાએ તેમણી દીકરી વિશે મળેલી લોકપ્રિયતા અંગે પોતાની ચુપકીદી તોડી છે.

એક વેબસાઇટ સાથે કરવામાં આવેલી ચર્ચામાં પ્રિયા પ્રકાશની માતા માં પ્રીથાએ જાણકારી આપી છે કે પ્રિયાને હોસ્ટેલમાં મોકલી દેવામાં આવી છે. જ્યારે પ્રીથાને પુછવામાં આવ્યું કે તેમણે આવુ કેમ કર્યું? ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું કે પ્રિયાને મળી રહેલી લોકપ્રિયતાનાં કારણે તે બહુ હેરાન થઈ ગઈ છે. તેમણે માહિતી આપી કે પ્રિયાને હોસ્ટેલ મોકલી દેવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, ડાયરેક્ટરે પ્રિયાને ફિલ્મ રિલીઝ થતા પહેલા કોઇ પણ ઇન્ટરવ્યુ આપવાની ના પાડી દીધી છે. પ્રીથાએ કહ્યું કે, ડાયરેક્ટરનું કહેવું છે કે ત્યાં સુધી ઇન્ટરવ્યુ આપવામાં ન આવવો જોઇએ જ્યાં સુધી ફિલ્મ રિલિઝ ન થઇ જાય.પ્રિયાની માતાએ કહ્યું કે તેમણે એ વાતનો અંદાજ પણ હતો નહી કે આવું કંઈ થશે.

પ્રીથાએ કહ્યું કે પ્રિયાની એક્ટિંગ કરવાની ઈચ્છાને કારણે તેને ઓડિશન માટે લઈ ગયા હતા. ગત વર્ષે જ્યારે પ્રિયાને ઓડિશન માટે લઈ ગયા હતા, ત્યારે તે 12માં ધોરણમાં અભ્યાસ કરતી હતી. એ ઓડિશનમાં પ્રિયાનું સિલેક્શન થઈ ગયું હતું. પરંતુ બોર્ડની એક્ઝામ હોવાને કારણે શૂટિંગ શરૂ કરવામાં ના આવ્યું. ત્યારે જાતે ફિલ્મ મેકરે તેને આગામી ફિલ્મ માટે કાસ્ટ કરવાનું કહ્યું હતું.

એક જ દીવસમાં પ્રિયાનાં એકાઉન્ટ પર ફોલોવર્સની સંખ્યા 6 લાખ કરતા વધારે થઈ ગઈ છે. ઈન્સ્ટાની આ ફેન ફોલોવિંગએ પ્રિયાને વિશ્વની ત્રીજી સૌથી લોકપ્રિય ઈન્સ્ટા સેલિબ્રિટી બનાવી દીધી છે. પરંતુ પ્રિયાની માતાએ જણાવ્યું કે, પ્રિયાનું કોઈ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ નથી. સોશિયલ મીડિયા પર પ્રિયાનાં નામે જેટલાં પણ આઈડી છે તે બધા ફેક છે.

તેમજ પ્રિયાની માતાનું કહેવું છે કે 18 વર્ષની અભિનેત્રી પ્રિયાએ અત્યાર સુધીમાં એક જ રેમ્પ શો અને એક જ ફોટોશૂટ કરાવ્યું છે. ફોટોશૂટ કરનાર ફોટોગ્રાફરએ પ્રિયાની તસ્વીરોને ઈન્ટરનેટ પર પોસ્ટ કરી છે. ફિલ્મનું શુટિંગ હજી ચાલુ પણ નથી થયું અને ઘણા ઓછા સિન્સ શુટ થયા છે. એટલા માટે થઇ રહેલા આ તમામ હોબાળાનાં કારણે પ્રિયાને હોસ્ટેલ મોકલવામાં આવી છે.