viral video 8 fit cobra found in bharathiar university girls hostel
  • Home
  • Featured
  • VIDEO: અરે બાપ રે! મોડી રાત્રે ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં કોબ્રા ઘુસ્યો, છોકરીઓમાં હાહાકાર મચી ગયો

VIDEO: અરે બાપ રે! મોડી રાત્રે ગર્લ્સ હોસ્ટેલના બાથરૂમમાં કોબ્રા ઘુસ્યો, છોકરીઓમાં હાહાકાર મચી ગયો

 | 12:15 pm IST

હાલમાં સોશિયલ મીડિયા પર એક ભયાનક ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમિલનાડુના કોઈમ્બતુરમાં એક યુનિવર્સિટી કેમ્પસમાં ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાં સાત ફૂટ લાંબો કોબ્રા ઘુસી ગયો હતો. સાપ યુનિવર્સિટીમાં પ્રવેશતા જ કેમેરામાં કેદ થયો હતો. યુનિવર્સિટી પરિસરમાં કોબ્રા જોઇને વિદ્યાર્થીઓ ચોંકી ગયા હતા. છાત્રાલયમાં ખૂબ જ ઓછી હાજરી હોવાથી 90 ટકાથી વધુ વિદ્યાર્થીનીઓ તો રજાઓ માટે વતનમાં ગયેલી હતી.

કોબ્રાના લીધે હોસ્ટલની વિદ્યાર્થીનીઓમાં ભય પેદા થયો હતો અને છાત્રાલયના વહીવટ વિભાગમાં પણ ગભરાટનો માહોલ ઉભો થયો હતો. એ કોબ્રા પ્લાસ્ટિકની બોટલ ગળી ગયો હતો. સ્થાનિકોએ સાપની મદદ કર્યા પછી બોટલ બહાર કાઢવામાં આવી હતી. કર્મચારીઓ સાપ પકડવામાં સફળ રહ્યા મેળવી અને તેને નજીકના જંગલમાં છોડી દીધો. જેના કારણે વિદ્યાર્થીનીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

છાત્રાલયમાં અડધી રાત્રે સાપ ઘુસી જતાં વીડિયો વાયરલ થયો. જેના કારણે યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીનીઓની સલામતી પર પુનર્વિચાર કર્યો છે. યુનિવર્સિટીએ વિદ્યાર્થીનીઓને ખાતરી આપી છે કે, વીડિયો સામે આવ્યા બાદ વિદ્યાર્થીનીઓની સલામતી માટે ચોક્કસ પગલા લેવામાં આવશે. જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન