Video: તંત્રની ઘોર બેદરકારી, કચરો ભરવાની ગાડીમાં ભરવામાં આવે છે શાકભાજી!!!! - Sandesh
NIFTY 10,772.05 +0.00  |  SENSEX 35,547.33 +0.00  |  USD 68.0700 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Video: તંત્રની ઘોર બેદરકારી, કચરો ભરવાની ગાડીમાં ભરવામાં આવે છે શાકભાજી!!!!

Video: તંત્રની ઘોર બેદરકારી, કચરો ભરવાની ગાડીમાં ભરવામાં આવે છે શાકભાજી!!!!

 | 5:43 pm IST

અમદાવાદમાં AMC દ્વારા ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે અપાયેલા વાહનમાં શાકભાજી ભરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. આ વાતનો ખુલાસો આપતો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. કચરો ભરવાની ગાડીમાં શાકભાજી ભરવામાં આવતી હોવાનો ખુલાસો થયો હતો અને તે ગાડી શાહીબાગ વોર્ડની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ ઘટનાને લઇને હવે AMC દ્વારા ડોર ડુ ડોર વેસ્ટ કલેક્શન માટેનાં વાહનો જપ્ત કરાશે. આ ઘટના અંતર્ગત ડ્રાઇવર સહિત એજન્સીની પણ તપાસ કરવામાં આવે છે. જો કે કચરો લઇ જવાની વાનમાં શાકભાજી લઇ જવાતી હોવાની ઘટના સામે આવતા AMCને બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.

વાયરલ થઇ રહેલા વિડીયોમાં આખી ગાડી શાકભાજીથી ભરાયેલી જોવા મળી રહી છે, જેને કારણે સોલિડ સોલિડ વેસ્ટ વિભાગની કામગીરી સામે પ્રશ્ન ઉભા થઇ રહ્યા છે. આ અગાઉ પણ ડોર ટુ ડોર કલેક્શન વાનની ગેરરીતિ સામે આવી હતી.