funny viral video auto driver change tire while driving in india
  • Home
  • Videos
  • Featured Videos
  • ચંદા મામાએ ખોટો પંગો લીધો, ભારતનું આ ટેલેન્ટ હજુ જોયું નથી લાગતું!! જુઓ VIDEO

ચંદા મામાએ ખોટો પંગો લીધો, ભારતનું આ ટેલેન્ટ હજુ જોયું નથી લાગતું!! જુઓ VIDEO

 | 11:52 am IST

સોશિયલ મીડિયા પર રોજ કોઈને કોઈ નવો વીડિયો અને ટેલેન્ટ બહાર આવતું હોય છે કે જેને લોકો ખુબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમે શરમ વગર તમારૂ ટેલેન્ટ રજુ કરી શકો છો. તો એક એવો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને તમે હસી લોથપોથ થઈ જશો.

એક શખ્સ ચાલુ ઓટો રિક્ષાએ પાછળનું વ્હીલ બદલી રહ્યો છે. આ વીડિયો ક્યાનો અને અને કઈ જગ્યાનો છે એ હજુ પુષ્ટિ નથી થઈ. પરંતુ આ વીડિયો લોકો ખુબ જોવાઈ રહ્યો છે અને શેર થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઓટો ચાલકની રિક્ષાનું ટાયર ચાલતા ચાલતા પચંર થઈ જાય છે ત્યારબાદ તે રિક્ષાને બે ટાયર ઉપર ચલાવે છે એ પણ જોવા જેવું છે. આ કામ કર્યા બાદ ચાલુ રિક્ષાએ તે ટાયર બદલે છે અને પાછળથી એક શખ્સ વીડિયો રેકોર્ડ કરતો હોય છે. રસ્તા પર જ બીજો ઓટો રિક્ષાનો ડ્રાઈવર તેને એક ટાયર આપે છે અને એ ટાયર બદલે છે.

આ વીડિયોને સોશિયલ મીડિયામાં ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. ટ્વીટર પર જે વ્યક્તિએ આ વીડિયો શેર કર્યો છે તેણે કેપ્શનમાં લખ્યું કે આપણે ચંદ્રયાનનું લેન્ડર પણ ઠીક કરી લેશું. તો જુઓ તમે પણ આ મજેદાર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન