Viral video: Covid-19 patient caught isolation ward in Bihar
  • Home
  • Featured
  • VIDEO: દેશની સૌથી ચોંકાવનારી ઘટના, કોરોના વોર્ડની અંદર દર્દી બિન્દાસ દારુના પેગ મારતાં ઝડપાયો

VIDEO: દેશની સૌથી ચોંકાવનારી ઘટના, કોરોના વોર્ડની અંદર દર્દી બિન્દાસ દારુના પેગ મારતાં ઝડપાયો

 | 6:39 pm IST

કોરોના દર્દીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બિહારના ગોપાલગંજનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વાયરલ વીડિયોમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયેલો એક કોરોના દર્દી દારૂ પીતા ઝડપાયો છે. આ પહેલીવાર બન્યું છે કે કોઈ ટ્રીટમેન્ટ વોર્ડની અંદર દારૂ પીતું હોય. આ ચોંકાવનારી ઘટના સામે આવતાં જ તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

વીડિયો અંગે ગોપાલગંજના વહીવટીતંત્રનો સંપર્ક કરવામાં આવતાં પુષ્ટિ કરી હતી કે આ વીડિયો ગોપાલગંજના એક આઇસોલેશન વોર્ડનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ વીડિયો ગોપાલગંજના માંધા ગર્હ પોલીસ સ્ટેશનના સિધ્વાલિયા ગામમાં આવેલા એક આઇસોલેશન વોર્ડનો છે, જ્યાં આ દર્દી દારૂ પી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન