viral video deadly battle between 2 tigers viral on social media
  • Home
  • Featured
  • જંગલ વચ્ચોવચ બે હઠીલા વાઘ બરાબરના બાથે ભીડ્યાં, કાચા-પોચા હૃદયના લોકો ન જુએ વીડિયો

જંગલ વચ્ચોવચ બે હઠીલા વાઘ બરાબરના બાથે ભીડ્યાં, કાચા-પોચા હૃદયના લોકો ન જુએ વીડિયો

 | 1:04 pm IST

જંગલમાં બે વાઘ વચ્ચે ખતરનાક ફાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને કાચા પોચા હૃદયના લોકો તો ડરી જાય એવું છે. મધ્ય ભારતના આ જંગલમા મુસાફરોના પ્રવાસ દરમિયાન લોકો વચ્ચે આ ફાઈટનો નજારો જોવા મળ્યો હતો. એક ભારતીય જંગલ અધિકારીએ આ વીડિયો વાયરલ કર્યો છે. 2 મિનિટની આ ક્લિપ હાલમાં ખુબ ચર્ચામાં છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, પહેલા બન્ને વાઘ એકબીજાને જોઈને દહાડ મારે છે. પછી બન્ને વચ્ચે જંગ શરૂ થાય છે. બંન્ને એકબીજાને પંજા મારે છે અને ત્યારબાદ ફાઈટ કરે છે. દહાડની અવાજ સાંભળીને ભલભલાના રૂંવાડા ઉભા થઈ જાય એવું છે.

અધિકારીએ વીડિયો શેર કરતી વખતે કહ્યું કે, બે વાઘ વચ્ચે ક્ષેત્રિય જંગ. હેડફોન્સ લગાવીને જરૂર સાંભળો. ભારતીય જંગલમા ખતરનાક દહાડ અને ગુંજ સાંભળવા મળી. એક મિત્રએ વોટ્સઅપમાં આ વીડિયો મને મોકલ્યો છે. આ વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. તો તમે પણ જુઓ આ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન