viral video dubai supermarket home delivers mangoes in lamborghini
  • Home
  • Featured
  • VIDEO: લેમ્બોર્ગિની કારમાં કેરીની હોમ ડિલીવરી જોઈ છે? કેરીને પણ રાજા જેવી ફિલીંગ આવતી હશે!

VIDEO: લેમ્બોર્ગિની કારમાં કેરીની હોમ ડિલીવરી જોઈ છે? કેરીને પણ રાજા જેવી ફિલીંગ આવતી હશે!

 | 4:27 pm IST

તમે જાણતા જ હશો કે કેરીને ‘ફળોનો રાજા’ કહેવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે કેરી ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વના ઘણા દેશોના લોકોને પસંદરે છે. કેરી ભારતમાં દરેક જગ્યાએ મળી રહી છે. ક્યાંક કાર્ટ પર તો ક્યાંક ફળોની દુકાન પર સરળતાથી મળી રહે છે. પરંતુ તેની હોમ ડિલિવરી દુબઇમાં થઈ રહી છે અને તે પણ લેમ્બોર્ગિની કારથી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, લેમ્બોર્ગિની કારની શરૂઆતની કિંમત જ લગભગ ત્રણ કરોડ રૂપિયા છે. આ કિસ્સામાં વધુ આશ્ચર્યજનક બાબત એ છે કે, જે સુપરમાર્કેટમાં ઓર્ડર આપ્યો હતો. ત્યાંનો મેનેજિંગ ડિરેક્ટર મોહમ્મદ જહાંઝેબ ખુદ કેરીની ડિલિવરી કરવા આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કોઈ પણ વ્યક્તિએ આવી ડિલિવરી મેળવવા માટે ઓછામાં ઓછા 100 દિરહમ એટલે કે આશરે 2056 રૂપિયાનો ઓર્ડર આપવો પડો. પરંતુ મોહમ્મદ જહાંઝેબ કહે છે કે, તે પૈસા માટે આવું નથી કરી રહ્યો. 18 જૂને પોતાના સુપરમાર્કેટ ફેસબુક પેજ પર ‘મેંગો ઇન લેમ્બોર્ગિની’ અભિયાન શરૂ કરનાર 27 વર્ષીય મોહમ્મદ જહાંઝેબે કહ્યું કે, આવું કામ લોકોના ચહેરા પર સ્મિત લાવવા અને તેમને વિશેષ અનુભૂતિ કરાવવાના વિચાર સાથે કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન