Viral Video guy propose her girlfriend in different way
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: આવા આશિકો પણ જીવે છે, પોલીસની બંદુક સામે પ્રેમીએ પ્રેમિકાને કહ્યું- આઈ લવ યુ બેબી!

VIDEO: આવા આશિકો પણ જીવે છે, પોલીસની બંદુક સામે પ્રેમીએ પ્રેમિકાને કહ્યું- આઈ લવ યુ બેબી!

 | 12:13 pm IST

એક સાચા આશિકનો વીડિયો સોશિય મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને લોકો પહેલા તો ડરી જાય છે. આ પ્રેમીએ જે રીતે તેની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું એ જોઈને પહેલા તો બધા તેને પાગલ કહેશે પરંતુ એની રીત કોઈ મજનુંથી ઓછી નથી. વીડિયો ક્યાનો છે અને કોનો છે એ કોઈ માહિતી સામે નથી આવી પરતું હાલમાં સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ ઘૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોને ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે. કેપ્શનમાં વધારે કંઈ નહીં માત્ર WOW લખ્યું છે.

આ વીડિયોમાં એક યુવાન ઘુંટણ પર બેઠો છે. પોલીસ વાળાએ તેના પર બંદુક તાકી છે. આજુબાજુ લોકો પણ ઉભા છે. પેલો માણસ તેની પ્રેમિકાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તે ડરેલી દેખાઈ છે. આ વચ્ચે જ પ્રેમી તેની પ્રેમીકા તરફ આગળ વધે છે અને વીટી કાઢે છે.

એવામાં પોલીસ બંદુક ખિસ્સામાં મુકી દે છે. બધું એકદમ નોર્મલ થઈ જાય છે. પછી તો લોકો પણ સમજી જાય છે. આ બધું કારનામું છોકરીને પ્રપોઝ કરવા માટે કર્યું હતું. હવે આ વીડિયો જોઈને લોકો પોતાની રીતે સારી ખરાબ કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કોઈએ સ્વીટ, ક્યૂટ તો કોઈએ સાચો પ્રેમી કહીને નવાજ્યો છે. જુઓ અહીં એ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન