viral video headless man crossing a busy street crowd
  • Home
  • Featured
  • VIDEO: આંખ પલકારો મારવાનું ભૂલી જશે, માથાં વગરનો માણસ જાહેર રસ્તા પર હરતો-ફરતો દેખાયો

VIDEO: આંખ પલકારો મારવાનું ભૂલી જશે, માથાં વગરનો માણસ જાહેર રસ્તા પર હરતો-ફરતો દેખાયો

 | 11:58 am IST

સોશિયલ મીડિયા પર કેટલાય એવા વીડિયો વાયરલ થતાં હોય કે, જે જોઈને ભલભલા લોકો વિચારવા માટે મજબુર થઈ જાય. હોશિંયાર કહેવાતા લોકોના પણ માથા ધુણવા લાગે. હાલમાં એક એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જે લોકોને ડરમણો લાગી રહ્યો છે. આ વીડિયો કોઈએ યુ-ટ્યુબ પર શેર કર્યો છે અને હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક રસ્તા પર ટ્રાફિક છે અને એક માથા વગરનો માણસ ફરતો જોવા મળી રહ્યો છે. તેણે શોર્ટસ અને શર્ટ પહેરેલો છે. તેના હાથમાં એક લાલ રંગનુ બેગ પણ છે. પરંતુ લોકોનું આ માણસ પ્રત્યે કોઈ જ રિએક્શન નથી. બધા પોતાના કામમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

હાલમાં ટિકટોક, ફેસબુક અને ટ્વીટર પર આ વીડિયો ખુબ શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો ક્યાંનો છે અને કોઈએ એડિટ કરેલો છે કે, કેમ એ હજુ પુષ્ટિનો વિષય છે. વીડિયો વિશે કોઈ સાચી માહિતી મળી નથી. તો જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન