viral video Homeless man reunites with pet dog at shelter home
  • Home
  • Featured
  • ઘર વિનાના માણસનો આ પ્રેમ જોઈ જાનવરો પણ હરખાયાં! VIDEO જોઈ આંખમાં આંસુ આવી જશે

ઘર વિનાના માણસનો આ પ્રેમ જોઈ જાનવરો પણ હરખાયાં! VIDEO જોઈ આંખમાં આંસુ આવી જશે

 | 7:45 pm IST

ઘર વિનાના માણસોને આશ્રય ગૃહમાં રાખવામાં આવે છે. હાલમાં એક માણસનો પોતાના પાલતુ કૂતરા સાથેનો જોરદાર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સુંદર વીડિયો ઇન્ટરનેટ પર પ્રકાશમાં આવ્યો છે. ભાવનાત્મક બનાવનારો આ વીડિયો 24 સેકન્ડનો છે. તેને ભારતીય વન સેવાઓનાં સુશાંત નંદાએ ટ્વિટર પર શેર કર્યો હતો અને હાલમાં અલગ અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ આશ્રય ગૃહમાં પગ મૂકતાંની સાથે જ તેના પાલતુ કૂતરાને તેને ભેટી લીધું. પેલા શખ્સે પણ ખુલ્લા હાથથી તેને આવકાર આપ્યો. કૂતરાનો આનંદ કોઈ સીમામાં સમાઈ નહીં એવો હતો. બન્ને બસ એકબીજાને ભેટી પડ્યા અને મોજમાં આવી ગયા. આવો હ્રદયસ્પર્શી વીડિયો જોઈ લોકોના આંખમા હરખના આંસુ આવવા લાગ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન