VIRAL VIDEO: Hot air balloon catches fire after colliding with power cable
  • Home
  • Videos
  • Featured Videos
  • VIRAL VIDEO : આકાશમાં ઉડી રહ્યો હતો હોટ બલૂન, અચાનક આગ લાગતા પાયલોટે માર્યો તળાવમાં કૂદકો

VIRAL VIDEO : આકાશમાં ઉડી રહ્યો હતો હોટ બલૂન, અચાનક આગ લાગતા પાયલોટે માર્યો તળાવમાં કૂદકો

 | 2:12 pm IST

આકાશમાંથી પડવું અને આકાશમાં ચડવું એ બંને જુદી જુદી વસ્તુઓ છે. હોટ એર બલૂન(Air Balloon) પર સવારી કરવી એ દરેક બીજા વ્યક્તીનું સપનું હોય છે. ખાસ કરીને જેને ઉપરથી દુનિયા જોવાની ટેવ છે. હાલ સોશિયલ મીડિયા (Social Media)માં એક બલૂનનો વીડિયો વાયરલ (Video Viral) થઈ રહ્યો છે. જો તે વીડિયો જોશો તો બલુનમાં બેસતા પહેલા 100 વખત વિચારશો. હાજી વીડિયોમાં આકાશમાં ગરમ ​​હવાનો બલૂન ઉડતો નજરે પડે છે. પરંતુ તેમાં આગ લાગે છે. તે બલૂન ઇલેક્ટ્રિક કેબલ સાથે અથડાય છે. ભીષણ આગ ભભૂકી ઉઠતા તે બલૂન પાછો આમ તેમ ઉડવા લાગે છે. વીડિયો જોઈને થોડીવાર માટે તમે પણ સ્તબ્ધ થઈ જશો.

જો કે સદનસિબે પાયલોટ (Pailot) એકદમ ઠીક છે. આગ લાગતા તરત તે તળાવમાં કૂદી ગયો. બાદમાં બે ખલાસીઓની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો હતો. તળાવમાં પડી જવાને કારણે મોટો અકસ્માત ટળ્યો હતો. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન