Viral Video : Lady rescued king cobra on social media
  • Home
  • Videos
  • Featured Videos
  • ઝાંસીની રાણી જેવી જાંબાઝ લેડીનો VIDEO વાયરલ, જીવના જોખમે અસલ કિંગ કોબરાને બચાવ્યો

ઝાંસીની રાણી જેવી જાંબાઝ લેડીનો VIDEO વાયરલ, જીવના જોખમે અસલ કિંગ કોબરાને બચાવ્યો

 | 7:26 pm IST

ઝાંસીની રાણી અને ચારણ કન્યા જેવા નામ સાંભળીએ તો મહિલાની તાકાત અને શક્તિ વિશે આપણે અંદાજો લગાવી શકીએ. એ જ રીતે સામે ત્યાગશીન નારીઓના પણ ઘણા ઉદારણઓ આપણી આંખ સામે છે. પરંતુ હાલમાં એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને ઝૂનુન ચડી જાય. એક લેડી કે જેણે અસલ કિંગ કોબરાનું રેસ્ક્યૂ કર્યો અને એ પણ ઉંડી વાવમા ઉતરીને.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક કોબરા વાવમાં હોય છે અને પછી લેડી ધીરે ધીરે નીચે ઉતરે છે. નીચે ઉતરીને તે સાપનું રેસ્ક્યૂ કરે છે અને વાવની બહાર કાઢે છે. આ લેડી અને વીડિયો ક્યાનો છે એ કોઈ પાક્કા પુરાવા નથી મળ્યા. પરંતુ દોરડા બાંધીને જે રીતે આ યંગ લેડી કારનામું કરી રહી છે એ ખરેખર વખાણવા લાયક છે.

આ વીડિયો બે અઠવાડિયા પહેલા એક ફેસબુક પેજ પર શેર કરવામાં આવ્યો છે અને હાલમાં તો લાખો લોકોએ આ વીડિયો જોઈ લીધો છે. વીડિયો જોઈને લોકો આ લેડીના વખાણ કરી રહ્યા છે અને વીડિયો શેર કરી રહ્યા છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન