viral video model Mara Martin breastfeeds her baby on ramp walk during fashion show
  • Home
  • Videos
  • મોડલે ચાલુ ફેશન શોમાં સ્ટેજ પર બાળકને કરાવ્યું સ્તનપાન, Video જોઈને ચોંકી ન જતા

મોડલે ચાલુ ફેશન શોમાં સ્ટેજ પર બાળકને કરાવ્યું સ્તનપાન, Video જોઈને ચોંકી ન જતા

 | 6:24 pm IST

ફેશન ડિઝાઈનર્સ પોતાના ફેશન શોને સોશિયલ મીડિયામાં ફેમસ કરવા માટે હવે નવા નવા નુસ્ખા અપનાવતા હોય છે. તમે અનેક આવા રેમ્પ વોક જોયા હશે. પણ, મિયામીમાં એક રેમ્પવોક એવું યોજાયું, જેને જોઈને બધા દર્શકો ચોંકી ગયા હતા. એક મોડલે પોતાના 5 મહિનાની દીકરીની બ્રેસ્ટ ફીડિંગ કરાવતા રેમ્પ વોક કર્યું હતું.

સ્પોર્ટ્સ ઈલસ્ટ્રેટેડ સ્વીમસૂટ ફેશન શોમાં દર્શકોની નજર ત્યાં જ રોકાઈ જ્યારે સ્ટેજ પર મારા નામની મોડલ વોક માટે આવી હતી. તેણે પોતાના બાળકીને ખોળામાં લીધી હતી, અને તેને બ્રેસ્ટ ફીડિંગ કરાવતા કરાવતા એકદમ કોન્ફિડન્સ સાથે તે ચાલી રહી હતી. મોડલના આ કોન્ફિડન્સને જોઈને ત્યાં તાળીઓનો ગડગડાટ થઈ ગયો હતો.

મિશીગનમાં રહેતી મારા માર્ટિન એ 16 ફાઈનાલિસ્ટમાં સામેલ હતી, જેમને મિયામી સ્વીમી વિક માટે સ્પોર્ટસ ઈલસ્ટ્રેટેડ સ્વીમસૂટ મેગેઝીન માટે પસંદ કરવામાં આવી હતી. આ મેગેઝીને પોતાના અધિકારિક ઈન્સ્ટાગ્રામ પેજ પર મારા માર્ટિનનો રેમ્પ વોક કરતો વીડિયો શેર પણ કર્યો છે.