viral video mp man marries girlfriend and bride chosen by parents
  • Home
  • Featured
  • VIDEO: આ જ જોવાનું બાકી હતું, પરિવારે પસંદ કરેલી અને પોતાની ગર્લફ્રેન્ડ બન્ને સાથે ફેરા ફર્યો યુવક

VIDEO: આ જ જોવાનું બાકી હતું, પરિવારે પસંદ કરેલી અને પોતાની ગર્લફ્રેન્ડ બન્ને સાથે ફેરા ફર્યો યુવક

 | 6:35 pm IST

મધ્યપ્રદેશના બૈતુલમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. એક વરરાજો એક જ મંડપમાં બે નવવધૂઓ સાથે લગ્ન કરી રહ્યો હતો. મામલો બૈતુલ જીલ્લાની ખોડાદંગરી તાલૂકાના સલૈયા ગામનો છે. 29 જૂને એક યુવકે એક જ મંડપમાં બે છોકરી સાથે સાત ફેરા કર્યા હતા, જેમાં તેની ગર્લફ્રેન્ડ અને માતા-પિતાએ પસંદ કરેલી એમ બન્ને છોકરીઓ હતી. આ લગ્નમાં વરરાજાના પરિવારો સાથે ગામના લોકો પણ જોડાયા હતા.

આ વિસ્તારમાં આવું પહેલીવાર થયું હતું કે મંડપમાં વરરાજો એક અને બે નવવધૂઓ હતી. કહેવામાં આવી રહ્યું છે કે સલૈયા ગામના આદિવાસી યુવક સંદીપ ઉઇકેએ હોશંગાબાદ જિલ્લાની એક યુવતી સુનંદા અને ઘોડાદંગરીના કોયલારી ગામની બીજી યુવતી સાસિકાલા સાથે લગ્ન કર્યા હતા. સંદીપ ભોપાલમાં આઈટીઆઈનો અભ્યાસ કરતો હતો, આ સમય દરમિયાન તેની મિત્રતા હોશંગાબાદ જિલ્લાની સુનંદા નામની યુવતી સાથે થઈ. અહીં પરિવારે કોયલારી ગામની એક યુવતી સાથે તેના લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. આ અંગે ત્રણેય પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો.

વિવાદના સમાધાન માટે ત્રણ પરિવારો અને સમાજના લોકો દ્વારા પંચાયત બોલાવવામાં આવી હતી. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જો બંને છોકરીઓ યુવક સાથે રહેવા તૈયાર હોય તો પછી બંનેને આ છોકરા સાથે લગ્ન કરાવી દઈએ. તો આ તરફ બંને છોકરીઓ યુવક સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન