viral video of a bank cashier who kill coronavirus from iron
  • Home
  • Featured
  • ગુજરાતી બેન્ક કર્મચારી સામે કોરોના પણ હાંફી જશે! વીડિયો જોઈને તમે મોજમાં આવી જશો

ગુજરાતી બેન્ક કર્મચારી સામે કોરોના પણ હાંફી જશે! વીડિયો જોઈને તમે મોજમાં આવી જશો

 | 4:34 pm IST

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમ પણ જ્યારથી કોરોનાનો કહેર છે ત્યારથી લોકો પાસે નવા નવા આઈડિયા આવતા રહે છે. એ જ રીતે એક બેન્ક કર્મચારીનો વીડિયો સામે આવ્યો છે અને એમાં પણ ભાઈએ ખુબ જોરદાર આઈડિયા અપનાવ્યો છે. લોકો જોઈને ખુશ થયા અને વીડિયો શેર કરી રહ્યાં છે. જોઈ શકાય છે કે, એક બેન્ક કર્મચારી ઈસ્ત્રીથી ચેકના વાયરસ મારી નાખે અને પછી જ કામ કરે છે.

આ 27 સેકન્ડનો વીડિયો જોઈને લોકો અવનવા રિએક્શન આપી રહ્યા છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, એક બેન્ક કર્મચારી જ્યારે તેની પાસે ચેક આવે ત્યારે તે પ્રથમ ઈસ્ત્રીની નીચે રાખી બન્ને સાઈડ ઉપર નીચેથી ગરમ કરે છે. જેથી કરીને તેમાં વાયરસ હોય એ મરી જાય. લોકો કહી રહ્યા છે કે, આવું કરવાથી વાયરસ મરી જાય છે.  આ વીડિયો ગુજરાતનો છે, કારણ કે બાજુમાં ગુજરાતી ભાષામાં સાઈન પોસ્ટર લગાવવામાં આવ્યું છે. તેમજ લોકો પણ ગુજરાતી ભાષા બોલે છે. તો જુઓ અહીં આ વીડિયો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન