viral video of aliens or baby owls is again going viral on the internet
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: સવા કરોડ લોકો જે જોઈને એલિયન્સના નામની બૂમાબૂમ કરી રહ્યા એની સાચી હકીકત શું છે?

VIDEO: સવા કરોડ લોકો જે જોઈને એલિયન્સના નામની બૂમાબૂમ કરી રહ્યા એની સાચી હકીકત શું છે?

 | 4:10 pm IST

દરેક વ્યક્તિને હંમેશાં અન્ય ગ્રહોના પ્રાણીઓને લગતી વાર્તાઓમાં રસ હોય છે. જેમ કે એલિયન્સ. આવો જ એક વીડિયો ‘એલિયન’ના નામે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકો વિચિત્ર દેખાતા આ જીવોને એલિયન માની રહ્યા છે. જોકે આ વીડિયો જૂનો છે પરંતુ ફરી એક વાર તેને ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. હવે બધા માટે એક સવાલ છે કે આ વાયરલ વીડિયોમાં જોવા મળતા જીવો એલિયન્સ છે કે કોઈ બીજા.

ડેનિયલ હોલેન્ડે 14 નવેમ્બરના રોજ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો કે જેમાં તેણે લખ્યું કે, હવે હું કહી શકું છું કે જેમણે દાવો કર્યો કે તેણે એલિયન્સ જોયા તેણે ઘુવડના નાના બાળકોને જોયા હશે. આ વીડિયો શેર થયો ત્યારથી જ લોકો તેના પર રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 12 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વીડિયો જૂનો છે. આ વીડિયોને સૌ પ્રથમ 2017માં શેર કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકોએ ઘુવડના બાળકોનો આ વીડિયો વિશાખાપટ્ટનમના બાંધકામ સ્થળ પરથી રેકોર્ડ કર્યો હતો, તે પછી પણ તે વીડિયો વાયરલ થયા જ કર્યો હતો. કારણ કે એવું કહેવામાં આવતું હતું કે આ વીડિયોમાં બતાવેલ જીવો એલિયન્સ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન