viral video of arctic pole man plays fetch with beluga whale
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: જે વ્હેલ માણસને કોળિયો કરી જાય એની સાથે આ શખ્સ રમત કરે છે, 44 લાખ લોકો ચોંકી ગયાં!

VIDEO: જે વ્હેલ માણસને કોળિયો કરી જાય એની સાથે આ શખ્સ રમત કરે છે, 44 લાખ લોકો ચોંકી ગયાં!

 | 5:17 pm IST

એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક વ્યક્તિ વ્હેલ સાથે બોલથી રમત રમતો જોવા મળ્યો હતો. તે વ્યક્તિ બોટ પર બેઠો છે અને તે બોલને ફેંકી દે છે પછી વ્હેલ બોલ ઉઠાવીને ફરી એ શખ્સને આપે છે. એક અહેવાલો અનુસાર આ વીડિયો આર્ક્ટિક પોલ ઉપર રેકોર્ડ થયો છે. બોટ પરથી પસાર થતા રગ્બી ચાહકો બેલુગા વ્હેલ સાથે આ રીતે બોલથી રમતા જોવા મળ્યા હતા.

એક અહેવાલ મુજબ, આ વીડિયો દક્ષિણ આફ્રિકાની જેમિની ક્રાફ્ટ બોટના ક્રૂ મેમ્બર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયો બેલુગા વ્હેલથી બોટ પરના માણસને બોલ આપવાથી શરૂ થાય છે. તે માણસ ફરીથી રગ્બી બોલને પાણીમાં ફેંકી દે છે અને બેલુચા વ્હેલ તેનો પીછો કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે.

આ વીડિયો 7 નવેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો કે જેને અત્યાર સુધીમાં 4.4 મિલિયન વ્યૂ મળી ગયા છે. લોકો આ વીડિયોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક માણસે કોમેન્ટ કરી કે, સરસ વીડિયો, હું તે આખો દિવસ જોઉં છું. જ્યારે બીજાએ લખ્યું કે, “મારા જીવનનો અત્યાર સુધીની સૌથી સુંદર વીડિયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન