viral video of chili police attempt to drive their motorcycle over student
  • Home
  • Featured
  • હાય રે પોલીસ: 3 પોલીસે વિદ્યાર્થી પાછળ બાઈક દોડાવીને માર્યો, એકે તો યુવક પર ચઢાવી દીધી!

હાય રે પોલીસ: 3 પોલીસે વિદ્યાર્થી પાછળ બાઈક દોડાવીને માર્યો, એકે તો યુવક પર ચઢાવી દીધી!

 | 12:55 pm IST

દક્ષિણ અમેરિકાના દેશ ચિલીમાં કેટલાક વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસે તેને દોડાવી દોડાવીને માર્યા. એક શખ્સ પર તો બાઈક ચઢાવી દીધી અને એ પણ ત્રણ ત્રણ પોલીસે મળીને. આ ઘટનાનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ગુસ્સે ભરાઈ રહ્યા છે. લોકો આ ઘટનાની ભારે આલોચના કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે, ત્રણ પોલીસ કર્મીઓ વિદ્યાર્થી પાછળ બાઈક ચઢાવી દેતા જોવા મળી રહ્યા છે. વિદ્યાર્થી ભાગી રહ્યો છે અને પછી તે નીચે પટકાઈ છે. ત્યારબાદ પોલીસ તેના પેટ પર બાઈક ચઢાવી દેતો દેખાઈ રહ્યો છે. ત્યારબાદ કેટલીક છોકરીઓ આવે છે અને તેને બચાવે છે. છોકરીઓ પોલીસની બાઈક વચ્ચે ઉતરે છે. જો કે નસીબના જોગે વિદ્યાર્થીને કોઈ ઈજા નથી પહોંચી. પરંતુ પોલીસની આવી હરકતોથી શહેરમાં સૌ કોઈ ગુસ્સે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન