viral video of cyclone amphan kolkata some area
  • Home
  • Featured
  • તબાહી…તબાહી…તબાહી… કોલકત્તાનો આ ખૌફનાક વીડિયો જોઈને જ લોકોમાં હાહાકાર મચી ગયો!

તબાહી…તબાહી…તબાહી… કોલકત્તાનો આ ખૌફનાક વીડિયો જોઈને જ લોકોમાં હાહાકાર મચી ગયો!

 | 12:48 pm IST

વાવાઝોડા અમ્ફાને બુધવારે પૂર્વી ભારત અને બાંગ્લાદેશમાં હાહાકાર મચાવી દીધો હતો. જેમાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દરિયાકાંઠાના વિસ્તારોમાં જોરદાર પવન અને વરસાદ ખાબક્યો હતો. કોલકાતાના 14 કરોડ લોકો વીજળી વિનાના છે અને હાલમાં તો સંદેશાવ્યવહાર પણ ખોરવાઈ ચૂક્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું કે આ વિનાશ “કોવિડ -19 કરતાં પણ મોટી આપત્તિ” છે.

કેટલાંય કલાકો બાદ કોલકત્તા શહેરમાં 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાતો રહ્યો. અમ્ફાને સૌથી વધુ કહેર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, મિદનાપુર અને કોલકત્તામાં રહ્યા. વાવાઝોડું ટકરાયું ત્યારે દીઘામાં સીધા ઉભા રહેવું પણ શકય નહોતું. ત્યારે આ બધાના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જે ખરેખર ડરામણા છે.

160 થી 180 કિલોમીટરના પ્રતિ કલાકની ઝડપથી અમ્ફાન તોફાને પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં મોટી તબાહી મચાવી છે. તોફાનની અસર કોલકત્તા એરપોર્ટ પર ભયંકર દેખાઇ રહી છે. અહીં ચારેયબાજુ પાણી ભરાઇ ગયા છે. તો જુઓ ત્યાંના કેટલાક વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન