viral video of digital engagement of youth of gujrati family
  • Home
  • Featured
  • VIDEO: હવે કોઈ કહેતા નહીં કે ગુજરાતી આધુનિક નથી, દેશની પહેલી ડિજિટલ સગાઈ ગુજરાતીના ફાળે!

VIDEO: હવે કોઈ કહેતા નહીં કે ગુજરાતી આધુનિક નથી, દેશની પહેલી ડિજિટલ સગાઈ ગુજરાતીના ફાળે!

 | 3:56 pm IST

હવે આધુનિક યુગ આવી ગયો છે. આ વાત તમે માનો કે ન માનો, પણ આ વીડિયો જોઈને તમે કાનની બુટી પકડી લેશો કે હા, સાચે જ આધુનિક યુગ આવી ગયો છે. એમા પણ ગુજરાતી જ્યારે આવી કોઈ પહેલ કરે ત્યારે ખરેખર જોવા જેવું થાય. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતીઓએ કરેલી આ ડિજીટલ સગાઈ હાલમાં ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

તમે વીડિયો જોશો તો તમને ખ્યાલ આવી જશે કે આ ગુજરાતી પરિવાર છે. ગુજરાતી સાડીમાં ફોનમાં સગાઈ કરી રહ્યા છે. ગુજરાતી ભાષામાં લોકો વાતો પણ કરી રહ્યા છે. જો કે હજુ એ પુષ્ટિ નથી થઈ કે, આ વીડિયો કયા વિસ્તારનો છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોઈ એનઆરઆઈએ આ કામ કરી બતાવ્યું છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે, ફોનમાં સામસામે વરરાજો અને મંગેતર દેખાઈ રહ્યા છે અને સગાઈ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન