VIDEO: ટ્રમ્પે મેલાનિયા સાથે ગાંધી આશ્રમમાં એક કાયમી સંભારણું બાંધ્યું, સલાહકાર બન્યા PM મોદી - Sandesh
  • Home
  • Featured
  • VIDEO: ટ્રમ્પે મેલાનિયા સાથે ગાંધી આશ્રમમાં એક કાયમી સંભારણું બાંધ્યું, સલાહકાર બન્યા PM મોદી

VIDEO: ટ્રમ્પે મેલાનિયા સાથે ગાંધી આશ્રમમાં એક કાયમી સંભારણું બાંધ્યું, સલાહકાર બન્યા PM મોદી

 | 1:06 pm IST

સાબરમતી આશ્રમમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચરખો કાંત્યો હતો. તો વડાપ્રધાન મોદીએ પોતે ટ્રમ્પને સાબરમતી આશ્રમની જાણકારી આપી હતી. એકરીતે પીએમ મોદી આશ્રમમાં ટ્રમ્પના ટૂર ગાઈડ બન્યા હતા. ટ્રમ્પ અને મોદીએ ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. આ આશ્રમનો એક વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેની ચર્ચા કરવામાં આવી રહી છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા, દીકરી ઇવાન્કા તથા જમાઈ જેરેડ કુશનર ઉપરાંત ૩૦ જેટલાં ઉચ્ચ અધિકારીઓનાં ડેલિગેશન સાથે અમદાવાદ આવી પહોંચ્યાં છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ સીધા અમદાવાદ આવી ભારતયાત્રા શરૂ કરતા હોય તેવી આ પહેલી ઐતિહાસિક ઘટના બની રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન