viral video in social media of halil rs 45000 theft from car
  • Home
  • Featured
  • VIDEO: હાલોલમાં થયેલી 45000ની ચોરી જોઈને નવાઈ લાગશે, પાર્ક કારમાંથી એ રીતે ઉઠાંતરી કરી કે…

VIDEO: હાલોલમાં થયેલી 45000ની ચોરી જોઈને નવાઈ લાગશે, પાર્ક કારમાંથી એ રીતે ઉઠાંતરી કરી કે…

 | 1:33 pm IST

તમે ઘણીવાર રસ્તા પર દુર્ઘટના બનતી જોઈ હશે. કોઈનું અકસ્માત થાય કે પછી કોઈના વાહનમાંથી ચોરી થાય. પરંતુ ક્યારેક કારના માલિકનો જ વાંક હોય છે. પોતાની વસ્તુનુ ધ્યાન રાખવું એ દરેકની જવાબદારી હોય છે. ક્યારેક લાપરવાહીના લીધે આપણી વસ્તુ ચોરાઈ જતી હોય છે.

હાલમાં કારમાંથી રોકડા રૂપિયાની ઉઠાંતરી ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. હાલોલમાં કન્ટ્રકશનનું કામ કરતા ઈસમની કારમાંથી રૂપિયા ભરેલ પાકીટ લઇ ગઠીયો ફરાર થઈ ગયો છે. હાલોલ બરોડા રોડ ઉપર આવેલ કન્સ્ટ્રક્શન સાઈટ પાસે કારને પાર્ક કરેલ હતી. તમે જોઈ શકો છો કે, ન તો કારના દરવાજાને લોક હતો કે ન તો કાર ક્યાંય  અંદરના વિસ્તારમાં પાર્ક કરેલી હતી.

કારનો દરવાજો ખોલી કારમાં મુકેલ 45,000 રૂપિયા ભરેલું પાકીટ લઇ ગઠીયો ફરાર થયો હતો. એક કલાક પછી ગોધરા રોડ પરથી ચૉરયેલ પાકીટ તો મળી ગયું પરંતું પૈસા ગાયબ હતાં. પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન