viral video of Indian Army soldier dances to Uri song Challa in Kargil
  • Home
  • Featured
  • VIDEO: કારગિલના સૈનિકનો જોશ અને ડાન્સ સ્ટેપ જોઈને, ટાઈગર શ્રોફ પણ ટ્રેનિગ લેવા દોટ મુકશે

VIDEO: કારગિલના સૈનિકનો જોશ અને ડાન્સ સ્ટેપ જોઈને, ટાઈગર શ્રોફ પણ ટ્રેનિગ લેવા દોટ મુકશે

 | 1:32 pm IST

વિક્કી કૌશલનું પણ એક મિનિટ માટે ધ્યાન ખેંચે એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અને હા, તમારું પણ ધ્યાન ખેંચશે એ વાત 100 ટકાની છે. કારણ કે સૈનિકનો આ અવતાર તમે ક્યારેય નહીં જોયો હોય. આ વીડિયોમાં એક સૈનિક ડાન્સ કરી રહ્યો છે અને એ પણ માઈકલ જેક્શનની સ્ટાઈલમાં. ફૂલ જોશ સાથે ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. 45 સેકન્ડની આ ક્લિપને ટ્વિટર પર શેર કરવામાં આવી છે.

ક્લિપમાં ભારતીય સૈન્યના સૈનિકે વિકી કૌશલની 2019ની ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકના ગીત ચલ્લા પર કિલર ડાન્સ સ્ટેપ્સ કર્યા છે. ટ્વિટર પર શેર કરતી વખતે લખવામાં આવ્યું કે, ભારતીય સેનાના સૈનિક કારગિલમાં તેનો મહિમા બતાવનાર નૃત્ય કરી રહ્યો છે. જય હિન્દ જય ભારત,”

સૈનિકના આ વીડિયોની વાત કરીએ તો, આ ક્લિપના પહેલાથી જ લાખો વ્યૂ આવી ચૂક્યા છે અને હજુ ખુબ શેર થઈ રહ્યો છે. લોકો સૈનિકનો જોશ જોઈને સારી સારી કોમેન્ટ પણ કરી રહ્યા છે. બધાએ વખાણ કર્યા અને કહ્યું કે આ અદ્ભુત છે. તો જુઓ અહીં સૈનિકના ડાન્સનો વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન