viral video of man being beaten up by 3 men for selling biryani
  • Home
  • Featured
  • VIDEO: ધર્મના નામે લુખ્ખા તત્વોનો આતંક, બિરયાની વેચવાના કારણે આ શખ્સને લાફા ઝીંક્યા

VIDEO: ધર્મના નામે લુખ્ખા તત્વોનો આતંક, બિરયાની વેચવાના કારણે આ શખ્સને લાફા ઝીંક્યા

 | 12:47 pm IST

ઉત્તર પ્રદેશમાં એક યુવકને માર મારતો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. પીડિતનો વાંક માત્ર એટલો જ હતો કે તે બિરયાની વેચતો હતો. વીડિયો જેવો જ વાયરલ થયો કે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ફરિયાદ કર્યા બાદ 3 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ હાલમાં ફરાર આરોપીને શોધી રહી છે.

મારપીટની આ ઘટના ગ્રેટર નોયડાના રબૂપુરા વિસ્તારમાં બની છે. પીડિતનું નામ લોકેશ છે અને તેની ઉંમર 43 વર્ષની છે. તે એક રેકડી પર બિરયાની વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બિરયાની વેચવાને લીધે જ તેને માર મારવામાં આવ્યો. કદાચ લોકેશે તો આવું સપનામા પણ નહીં વિચાર્યું હોય. શનિવારે 3 લોકો આવ્યા અને લોકેશને ઝુડી નાખ્યો.

વીડિયો જેવો જ પોલીસ પાસે પહોચ્યો કે પોલીસ ત્યાં પહોચી અને પીડિત યુવકને પોલીસ સ્ટેશનમાં બોલાવી બધી પુછપરછ કરી હતી. હાલમાં પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગઈ છે. તો જુઓ અહીં એ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન