viral video of man saves peacock in tamil nadu who drowning in 30 ft well
  • Home
  • Videos
  • Featured Videos
  • આ જ ભારતની બીજી બાજુ, હૈદરાબાદ ‘હવસકાંડ’ના નરાધમોએ આ વીડિયો 17 વખત જોવો જોઈએ

આ જ ભારતની બીજી બાજુ, હૈદરાબાદ ‘હવસકાંડ’ના નરાધમોએ આ વીડિયો 17 વખત જોવો જોઈએ

 | 10:47 am IST

ભારતના લોકોમાં હાલમાં હૈદરાબાદ રેપ કાંડના લીધે ચોમેર રોષ જોવા મળ્યો છે. પશુ ડોક્ટર પ્રિયંકાની જે હાલત કરવામાં આવી એ નરાધમોને ફાંસી આપવાની માગ કરવામાં આવી રહી છે. પરંતુ એ જ ભારતની બીજી બાજુએ એક પશુને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મુકીને એક શખ્સ નેક કામ કરતો જોવા મળ્યો છે. પેલા 4 નરાધમોએ માણસ થઈને માણસ પર દયા ન ખાધી ત્યારે આ યુવકે એક મુંગા પશુ માટે પોતાના જીવની પણ પરવાહ ન કરી.

માનવતા મરી પરવારી એવા કળિયુગમાં જો કોઈ માણસ સારુ કામ કરતો જોવા મળતો તો સ્વાભાવિક છે કે બધાને આનંદ થાય. હાલમાં એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં માનવતાના દર્શન થાય છે. આ વીડિયો હાલમાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક ભાઈ મોરને બચાવતો જોવા મળી રહ્યો છે. આ મામલો છે તમિલનાડુના થુરાયુર શહેરનો.

ખેતરના કુવામાં એક મોર ફસાઈ ગયો હતો. કુવો 30 ફૂટ ઉંડો હતો. એવામાં મોર સુધી પહોંચવું કંઈ સહેલું નહોતું. એટલું જ નહીં કુવામાં સાપ પણ હતા. પરંતુ એવી સ્થિતિમાં એક ભાઈએ પોતાની જીગર બતાવી અને કુવામાં ઉતરી મોરને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યો.

આ ઘટનાને 21 ઓક્ટોબરની કહેવામાં આવી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, 30 ફૂટ ઉંડા કુવામાં એક શખ્સ દોરડામાં લટકાઈને પોતાના જીવના જોખમે કુદે છે અને મોરને બચાવી લે છે. જુઓ આ વીડિયો અહીં….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન