VIDEO: નવા પરણેલા કપલે ડિનર ડેટ પર એવું કર્યું કે, સોશિયલ મીડિયા રોમેન્ટિક થઈ ગયું! - Sandesh
  • Home
  • Featured
  • VIDEO: નવા પરણેલા કપલે ડિનર ડેટ પર એવું કર્યું કે, સોશિયલ મીડિયા રોમેન્ટિક થઈ ગયું!

VIDEO: નવા પરણેલા કપલે ડિનર ડેટ પર એવું કર્યું કે, સોશિયલ મીડિયા રોમેન્ટિક થઈ ગયું!

 | 11:09 am IST

નવા નવા લગ્ન કરેલા દંપતિ પોલીસ ઓફિસર જ્યારે રોમેન્ટિક ડેટ કરી રહ્યા હતા ત્યારે રેસ્ટોરન્ટમાં લૂંટ રોકી અને ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા. ચેઝ અને નિકોલ મેકવન બંને પોલીસ અધિકારી છે અને છ મહિના પહેલા જ લગ્ન કર્યાં હતાં, યુએસનાં લુઇસવિલેમાં એક રેસ્ટોરન્ટમાં બન્ને ભોજનની મજા લઇ રહ્યા હતા. ત્યારે એક સશસ્ત્ર લૂંટેરો ઘૂસી ગયો હતો અને કેશ કાઉન્ટર પર ઊભો હતો.

આ માણસે માસ્ક પહેરેલો હતો. શરૂઆતમાં પોલીસ કપલે વિચાર્યું કે, તે વ્યક્તિ બીમાર છે અને તેથી માસ્ક લગાવ્યું છે. જો કે વાતનો વળાંક બદલાયો અને તેઓએ જોયું કે તેના હાથમાં બંદૂક છે અને તે કેશિયરને ધમકાવી રહ્યો છે. તે સમયે દંપતીને ખ્યાલ આવી રહ્યો છે કે શું ચાલી રહ્યું છે.

મોકો જોઈને બંનેએ બંદૂક કાઢી શખ્સનો પીછો કર્યો. આખી ઘટના રેસ્ટોરન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. લુઇસવિલે મેટ્રો પોલીસ વિભાગે ફેસબુક પર વીડિયો શેર કર્યો છે. એક રિપોર્ટ પ્રમાણે લુઇસવિલે મેટ્રો પોલીસ આવી અને પેલા લૂંટેરાની ધરપકડ કરી ગઈ.

આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. પોસ્ટ કર્યા પછી લાખો વ્યૂઝ મળ્યા છે. ઓફ ડ્યુટી હોવા છતાં લૂંટારૂને પકડવાની કોશિશ કરનાર યુગલના બધા વખાણ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન