viral video of people welcoming scavengers with flowers in corona virus
  • Home
  • Featured
  • કોરોનાના અઢળક વીડિયો તમે જોયા હશે, પણ આ વખતે કંઈક ખુબ જ હટકે લાગણી સામે આવી છે!

કોરોનાના અઢળક વીડિયો તમે જોયા હશે, પણ આ વખતે કંઈક ખુબ જ હટકે લાગણી સામે આવી છે!

 | 6:18 pm IST

ભારતમાં 21 દિવસના કર્ફ્યુથી બધા લોકો તેમના ઘરની અંદર ફસાયેલા છે. ત્યારે ડોક્ટરો, સફાઇ કામદારો, પોલીસ, સરકારી અધિકારીઓ, પ્રધાનો, મીડિયા કર્મીઓ અને અન્ય મુખ્ય જવાબદાર વ્યક્તિઓ દેશની જનતાના હિત માટે લડી રહ્યા છે. તેની પાસે પૂરતા સલામતીના સાધનો છે કે નહીં એ પણ ખબર નથી. એ વચ્ચે બધાના દિલ જીતી લે એવો એક વીડિયો સામે આવ્યો છે.

આ બધી મહામારી વચ્ચે પણ સફાઇ કામદારો તેમના શ્રેષ્ઠ પ્રયાસો ચાલુ રાખે છે અને પોતાની ફરજ બજાવે છે. સોશિયલ મીડિયામાં હાલમાં પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જનતાએ કચરો કાઢનાર માણસને ખોબલે અને ખોબલે વધાવી લીધો છે. એક રહેણાંક વિસ્તારમાં આવતા સફાઇ કામદારને ત્યાંના બધા લોકોએ નવાજ્યો છે અને આવકાર્યો છે. આ રીતે જનતાએ તેમનો આભાર વ્યક્ત કર્યો છે. આ વીડિયો જોઈને લોકો ખુબ હરખાયા છે. તો તમે પણ જુઓ આ સરસ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન