ફરી વિવાદમાં ‘સેન્ડલવીર’ સાંસદ ગાયકવાડ, વીડિયો થયો વાઇરલ – Sandesh
NIFTY 10,360.40 +0.00  |  SENSEX 33,703.59 +0.00  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ફરી વિવાદમાં ‘સેન્ડલવીર’ સાંસદ ગાયકવાડ, વીડિયો થયો વાઇરલ

ફરી વિવાદમાં ‘સેન્ડલવીર’ સાંસદ ગાયકવાડ, વીડિયો થયો વાઇરલ

 | 4:21 pm IST

ઉસ્માનાબાદના શિવસેના સાંસદ રવિન્દ્ર ગાયકવાડ ફરી એકવાર ખોટા કારણોસર ચર્ચામાં છે. ગાયકવાડે હાલમાં લાતુરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલા એટીએમમાંથી પૈસા ન નીકળતા બહુ ધમાલ કરી હતી. રવિન્દ્ર ગાયકવાડ 19 એપ્રિલે થનારી સ્થાનિય નગર નિગમની ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારના પ્રચાર માટે ગયા હતા. આ સમયે તેને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ ખાલી મળવાને કારણે તેમણે એસબીઆઇના ચીફ મેનેજર સાથે બોલાચાલી કરી હતી. આ મામલો ઉગ્ર બનતા પોલીસે વચ્ચે પડવું પડ્યું હતું.

આ મામલામાં ગાયકવાડ તેમજ એના સમર્થકોએ કથિત રીતે પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું અને જોરદાર નારેબાજી કરી. પોલીસે માહિતી આપી છે કે તેમણે ગાયકવાડ અને તેના સમર્થકો વિરૂદ્ધ દુર્વ્યવહાર કરવાનો, ગેરકાનૂની રીતે ભીડ ભેગી કરવાનો તેમજ સાર્વજનિક જગ્યા પર અવ્યવસ્થા ઉભી કરવાનો મામલો નોંધ્યો છે.

આ પહેલાં રવિન્દ્ર ગાયકવાડ એર ઇન્ડિયાના કર્મચારી સાથે મારપીટ કરવાને લીધે વિવાદોમાં આવી ગયા હતા. ગયા મહિને તેમના પર એર ઇન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીને ચંપલથી મારવાનો હતો. આ ઘટના પછી એર ઇન્ડિયાએ રવિન્દ્ર ગાયકવાડ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. લાંબા વિવાદ પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દ્વારા લખાયેલી ચિઠ્ઠી પછી કંપનીએ એના પરથી પ્રતિબંધ હટાવી દીધો હતો.