Viral video of sara ali khan reaction when fan touch her
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: અપલખણા માણસો ગમે ત્યાં ઓળખાય જાય, સારા સાથે સેલ્ફી લેવા સમયે કરી આવી હરકત

VIDEO: અપલખણા માણસો ગમે ત્યાં ઓળખાય જાય, સારા સાથે સેલ્ફી લેવા સમયે કરી આવી હરકત

 | 10:41 am IST

બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં ફરતાં રહે છે. હાલમાં પણ એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં એક ફેન્સ સારા સાથે હરકતો કરતો જોવા મળે છે. જાણે સારા પોતાની સારી મિત્ર હોય એવો વર્તાવ કરતાં શખ્સની હાલમાં સોશિયલ મીડિયામાં ભારે બેઈજ્જતી થઈ રહી છે.

સારા અલી ખાન હાલમાં ન્યૂયોર્કમાં વેકેશન મનાવીને પરત ફરી રહી હતી. આ વખતે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. ત્યારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સારા એરપોર્ટ પર ઘણા ફેન્સને મળતી દેખાઈ રહી છે. બધા સાથે હસીને વાત પણ કરી રહી છે. ત્યારે જ એક શખ્સ આવે છે સેલ્ફી લેવા. જો કે બધા વારાફરતી સારા સાથે સેલ્ફી લેતા હોય છે.

એક ફેન એમાંથી થોડી હરકતો પર ઉતરી આવે છે. જાણે કે સારા પોતાની ફ્રેન્ડ હોય એમ એનો હાથ પકડીને સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ સારા ગુસ્સે થઈ જાય છે અને દુર ભાગે છે. આ શખ્સની લોકો સોશિયલ મીડિયામાં ભારે ઠેકડી ઉડાડી રહ્યા છે. તો જુઓ આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન