viral video of us florida man forces small alligator to drink beer
  • Home
  • Videos
  • Featured Videos
  • નિર્દયી યુવકે ઘડીયાલનાં બચ્ચાને ધરાર બિયર પીવડાવી, VIDEOમાં જુઓ નશો ચઢતાં કેવું ભૂરાયું થયું

નિર્દયી યુવકે ઘડીયાલનાં બચ્ચાને ધરાર બિયર પીવડાવી, VIDEOમાં જુઓ નશો ચઢતાં કેવું ભૂરાયું થયું

 | 1:15 pm IST

અમેરિકાનાં ફ્લોરેડામાંથી એક વીડિયો વાયરલ થયો છે કે જે જોઈને બધા લોકો હેરાન રહી ગયા છે. એક શખ્સે ઘડીયાલને ધરાર બિયર પીવડાવી છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ શખ્ખને ખરી ખોટી સંભળાવી રહ્યા છે. સમાચાર છે કે આ શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે.

જ્યારે આ ઘટના બની ત્યારે તેનો એક દોસ્ત પણ ત્યાં હાજર હતો એની પણ ધરપકડ કરવામાં આવી છે. એક રિપોર્ટ પ્રમાણે 27 વર્ષીય ટિમોથી કેમ્કે અને 22 વર્ષીય સ્ટુઅર્ટને ગેર કાનુની રીતે મગર લઈ જવા માટે અને એને બિયર પીવડાવવા માટે જેલ ભેગા કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થયા પછી ફ્લોરેડા વન્યજીવ સંરક્ષણે તપાસ કરી હતી. ખબર એવી પણ મળી કે જ્યારે ઘડીયાલને બિયર પીવડાવી તો તે આક્રમક બન્યો હતો અને ભૂરાયો થયો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે ટિમોથી કેબ્કે પહેલા ઘડીયાલના બચ્ચાને હાથમાં પકડે છે અને પછી તેના જડબા ખોલીને તેના મોંમા બિયર નાખે છે. પોલીસે આ ગુનેગારોની ધરપકડ કર્યા બાદ આ બચ્ચાને પણ સલામત જગ્યાએ છોડી દીધું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન