viral video of volcano in indonesia mount sinabung sends smoke 5 km
  • Home
  • Featured
  • કાળમુખા 2020નો વધુ એક વીડિયો: ઈન્ડોનેશિયામાં અચાનક જ્વાળામુખી ફાટ્યો, 5 કિલોમીટર સુધી…

કાળમુખા 2020નો વધુ એક વીડિયો: ઈન્ડોનેશિયામાં અચાનક જ્વાળામુખી ફાટ્યો, 5 કિલોમીટર સુધી…

 | 4:36 pm IST

ઇન્ડોનેશિયાથી એક ખૂબ ખરાબ સમાચાર આવી રહ્યા છે. ત્યાં એક જ્વાળામુખી ફાટી નીકળ્યો. આ જ્વાળામુખી એટલો ભયંકર હતો કે તેના ધુમાડાથી પાંચ કિલોમીટર સુધી અંધારુ છવાઈ ગયું હતું. આખું આકાશ કાળા રંગમા ફેરવાઈ ગયું હતું. તેની વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકોમાં ડરનો માહોલ છે.

રોઇટર્સે તેના ટ્વિટર પેજ પર વીડિયો શેર કર્યો છે. આ વીડિયો માઉન્ટ સિનાબંગ જ્વાળામુખીનો છે, જે વર્ષોથી સુમાત્રા આઇલેન્ડ પર સળગી રહ્યો છે. સોમવારે અચાનક જ્વાળામુખી ફાટ્યો હતો. તેના વિસ્ફોટ પછી તેમાંથી મોટી માત્રામાં રાખ અને ધુમાડો નીકળવાનું શરૂ થયું. ધુમાડો અને રાખ લગભગ 5000 મીટર એટલે કે 16,400 ફૂટની ઉંચાઈ સુધી પહોંચ્યો હતો. આકાશમાં ફક્ત ધુમાડો જ ધુમાડો દેખાવા લાગ્યો હતો.

હાલમાં સ્થાનિક વહીવટીતંત્રે ગ્રામજનોને જ્વાળામુખીના પાંચ કિલોમીટર અંદર જવાની મનાઈ ફરમાવી છે. સોશિયલ મીડિયા પર લોકો મનુષ્ય અને પ્રાણીઓ બંનેની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે. તેમજ વીડિયો શેર કરીને લોકોને પ્રાર્થના કરવાનું કહેવામાં આવી રહ્યું છે. તો તમે પણ જુઓ અહીં આ ખતરનાક વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન