મેટ્રો ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો યુવક ત્યારે શરૂ થઈ ટ્રેન...જુઓ પછી શું થયું - Sandesh
NIFTY 11,010.20 +53.10  |  SENSEX 36,496.37 +145.14  |  USD 68.8400 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • મેટ્રો ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો યુવક ત્યારે શરૂ થઈ ટ્રેન…જુઓ પછી શું થયું

મેટ્રો ટ્રેક ક્રોસ કરી રહ્યો હતો યુવક ત્યારે શરૂ થઈ ટ્રેન…જુઓ પછી શું થયું

 | 11:35 am IST

રેલવે ટ્રેક પર મોટેભાગે ટ્રેક ક્રોસિંગ દરમિયાન ઘણી વખત અનચ્છિનિય ઘટના બનતી રહેતી હોય છે. તેવું જ કંઇક હવે દિલ્હીના મેટ્રો સ્ટેશન પર બન્યું હતું. જેમાં એક વ્યક્તિનો જીવ માંડ માંડ બચ્યો હતો. મેટ્રોનો ડ્રાઈવર જો સમય પર બ્રેક મારી ન હોત તો 21 વર્ષીય યુવાને પોતાનો જીવ ગુમાવ્યો હોત. આ દિલધડક ઘટના શાસ્ત્રી નગર મેટ્રો સ્ટેશન પર બની છે.

ડ્રાઈવરની જાગૃતતાના કારણે એક બેકાળજી રાખનાર યુવાનનો જીવ બચી ગયો હતો. પ્લેટફોર્મના સીસીટીવી કેમેરમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે વ્યક્તિ ટ્રેક પર ઉતરીને પ્લેટફોર્મ બદલી રહ્યો છે. તે જ સમયે તેનો પગ લપસી જતાં તે ટ્રેક પર જ ફસાય જાય છે. તેટલી જ વારમાં આવી રહેલ મેટ્રોના ડ્રાઈવરે સભાનતાં રાખી બ્રેક મારી દીધી હતી. જેથી યુવાનનો જીવ બચી ગયો હતો. જે યુવાન પ્લેટફોર્મ પર ચઢી ગયો હતો.

મેટ્રો ટ્રેક કે કોઈ પણ રેલવે ટ્રેક પર ઉતરવું એ દંડનીય ગુનો છે. જેમાં દોષિત વ્યક્તિને દંડ ફટકારવાની જોગાવાઈ છે તેમજ તેમાં 6 મહિનાની જેલની સજાની પણ જોગવાઈ રાખવામાં આવેલ છે.