NIFTY 10,016.95 +28.20  |  SENSEX 31,924.41 +77.52  |  USD 65.2750 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • યુવીએ ફેસબુક પર પોસ્ટ કર્યો એવો વીડિયો કે લોકોએ એની હાલત કરી પાણીથી પણ પાતળી

યુવીએ ફેસબુક પર પોસ્ટ કર્યો એવો વીડિયો કે લોકોએ એની હાલત કરી પાણીથી પણ પાતળી

 | 5:33 pm IST

ટીમ ઇન્ડિયાના ધમાકેદાર બેટ્સમેન યુવરાજ સિંહે હાલમાં પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયો પર લોકો એલફેલ કમેન્ટ કરી રહ્યા છે. 19 ઓક્ટોબરે દિવાળી છે અને એનું સેલિબ્રેશન કરવા માટે લોકો ફટાકડા પણ ફોડે છે. દિવાળીના દિવસે આ ફટાકડાઓથી થનાર સાઉન્ડ પોલ્યુશનના મુદ્દે યુવરાજ સિંહે વીડિયો મેસેજ પોતાની ફેસબુક વોલ પર પોસ્ટ કર્યો હતો. યુવરાજ સિંહે પોતાના આ મેસેજમાં લોકોને અપીલ કરી હતી કે તેઓ આ દિવાળીમાં ફટાકડા ના ફોડે. યુવરાજે કહ્યું હતું કે ગત વર્ષે દેશની જે હાલત હતી. તેને જોતાં હું તમને વિનંતી કરૂ છું કે મહેરબાની કરી તમે આ વર્ષે ફટાકડા ના ફોડતાં.

યુવરાજ વીડિયોમાં લોકોને તેના બાળકો, દોસ્તો અને પેરેન્ટ્સની કસમ આપીને કહી રહ્યો છે કે આ દિવાળીમાં તમે ફટાકડાને હાથ પણ નહીં લગાવતાં. ઉપરાંત તેણે કહ્યું હતું કે દિવાળીમાં તમે દિવા પ્રગટાવો, મીઠાઇ ખાઓ અને એકબીજાને ગળે મળો પરંતુ ફટાકડા ના ફોડશો.

જોકે યુવરાજની આ અપીલ લોકોને ખાસ ગળે ઉતરી નથી. લોકોએ કહ્યું કે આ અપીલ તમારી પાસે જ રાખો. આમ, યુઝર્સે યુવરાજને ફેસબુક પર જ ઝાટકી નાખ્યો છે.