viral video on social media battle with python and leopard
  • Home
  • Videos
  • Featured Videos
  • ધબકારો ચૂકાવી દે તેવો VIDEO: અજગર અને દીપડાની ખોફનાક ફાઈટ, તમે વિચારો એ ન જીત્યો!

ધબકારો ચૂકાવી દે તેવો VIDEO: અજગર અને દીપડાની ખોફનાક ફાઈટ, તમે વિચારો એ ન જીત્યો!

 | 1:09 pm IST

પ્રાણીઓની ફાઈટના વીડિયો અવારનવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે. પરંતુ આ વખતે જે વીડિયો વાયરલ થયો એ જોઈને બધાના ધબકારા વધી ગયા. કારણ કે ફાઈટ જ એવા બે ખુંખાર જીવો વચ્ચે થઈ છે. એક અજગર અને સામે દીપડો.

એક વેબ પોર્ટલ અનુસાર આ વીડિયોને 2 મહિના જૂનો બતાવવામાં આવી રહ્યો છે. આ ફાઈટને કેમેરામાં કેદ કરનારનું નામ માઈક વેલ્ટન જણાવામાં આવી રહ્યું છે. તેને પહેલા લાગ્યું કે આ લડાઈમાં સાપ જીતી જશે. પરંતુ ત્યારબાદ ફાઈટ એકદમ રોમાંચક બની ગઈ.

માઈલ વેલ્ટને જણાવ્યું કે એક સમયે એવું લાગ્યું કે અજગરે દીપડાને પકડીને ગળી જશે પરંતુ દીપડાએએ ત્યારબાદ પલટવાર કર્યો અને અજગરને કાબુમા કરી લીધો. આ વીડિયો આવતા જ ફેસબુક પર અને ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.

એક રિપોર્ટમાં એવું જાણવા મળી રહ્યું છે કે અજગરમા જહેર હોતું નથી તે પરંતુ તે તેનો શિકાર આસાનાથી છોડતો પણ નથી. જો અજગરની ઝપેટમાં કોઈ આવી જાય તો પછી તેનું જીવવું અશક્ય જેવું જ ગણી શકાય. જો કે આ લડાઈમાં તો અજગરને જ દીપડાએ મારી નાખ્યો અને ભોજન કરી ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન