goair plane takes off from grass in bengaluru video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • છાતીના પાટિયા બેસાડી દે તેવો વીડિયો, પ્લેન રન-વેની જગ્યાએ ઘાસમાં લેન્ડિંગ થયું અને પછી…

છાતીના પાટિયા બેસાડી દે તેવો વીડિયો, પ્લેન રન-વેની જગ્યાએ ઘાસમાં લેન્ડિંગ થયું અને પછી…

 | 1:39 pm IST

નાગપુરથી 180 યાત્રીઓને લઈને આવે રહેલી ગો એયરનું વિમાન બેંગલુરુ એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વેળાએ મોટા અકસ્માતથી માંડ માંડ બચ્યું. ખરાબ વાતાવરણના કારણે લેન્ડિંગ કરતા સમયે રનવે પરથી પ્લેન ઘાસમાં જતું રહ્યું. ત્યારબાદ પાયલોટે બુદ્ધિથી કામ લીધું અને ટેક ઓફ કર્યું. વિમાનને હેદરાબાદમાં ઉતારવામાં આવ્યું હતું.

સોમવારે આ ઘટના બની હતી. જો કે યાત્રીઓ અને ક્રુ મેમ્બર્સને કોઈ પ્રકારે નુકસાન નથી પહોંચ્યુ. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. કોઈ યાત્રીએ શૂટ કર્યો અને વાયરલ કરી દીધો. કે જે હાલમાં સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ગો એયરના વિમાન એ-320નું લેન્ડિંગ ખતરનાક હતું. જો કે હાલમાં વિમાનના પાયલોટને સસપેન્ડ કરી નાખ્યો છે. 11 નવેમ્બરે આ દુર્ઘટના ઘટી હતી. 180 લોકોનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તો તમે પણ જુઓ આ ખતરનાક વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન