viral video south korean cargo golden ray ship capsizes hyundai cars
  • Home
  • Videos
  • Featured Videos
  • મોટી દુર્ઘટના! 4000થી વધારે ગાડીઓ લઈ જતાં જહાજે દરિયા વચ્ચે પલટી મારી, સીધો ભડકો થયો

મોટી દુર્ઘટના! 4000થી વધારે ગાડીઓ લઈ જતાં જહાજે દરિયા વચ્ચે પલટી મારી, સીધો ભડકો થયો

 | 3:10 pm IST

સોશિયલ મીડિયામાં એક અદભૂત વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જે હાલમાં જ ઘટનાં બની છે. દક્ષિણ કોરિયાઈ કંપની Hyundai Glovisનું એક કાર્ગો શિપ 4 હજારથી પણ વધારે ગાડીઓ લઈને એક શિપ નીકળી હતી. કે જે અમેરિકી પ્રાંત જોર્જિયાના તટ પાસે દરિયામાં પટલી મારી ગઈ. આ જહાજનું નામ ગ્લોડન રે છે. જેવો જ પલટો માર્યું અને થોડા સમય બાદ આગ લાગી ગઈ.

આ જહાજમાં આગ લાગ્યા બાદ બચાવ કાર્ય માટે ખુબ મહેનત કરવી પડી. જો કે આગ લાગ્યા બાદ તરત જ 20 લોકોનો આબાદ બચાવ કરી લેવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જાણવા મળ્યું કે જહાજ અમેરિકાના બ્રુન્સવિક પોર્ટ પરથી 4000થી પણ વધારે ગાડી લઈને રવાના થઈ હતી. જહાજને બ્રુન્સવિક પોર્ટ પર અનલોડ અને રિલોડ કરવામાં આવ્યું છે.

અમેરિકાનાં અધિકારીઓ દ્વારા લોડિંગ સમયે જહાજમાં કોઈ ગડબડી જોવા ન બળી. પરંતુ બંદરગાહથી નીકળવાનાં કેટલાક સમય બાદ તે એક તરફ ઝુકવા લાગ્યું. 80 ટકા ઝુકી ગયા બાદ ડ્રાઈવરે ઈમરજન્સી સંદેશ મોકલ્યો. આ જહાજને 2017માં પહેલી વખત દરિયામાં ઉતારવામાં આવ્યું હતું. તેની કેપિસિટી 6933 ગાડીઓની છે અને તેનું વજન 71,000 ટન જેટલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન