viral video the dance of a thousand hands is absolutely incredible
  • Home
  • Videos
  • Featured Videos
  • હજાર હાથોએ કર્યો કમાલનો ડાન્સ, VIDEOમાં જુઓ માત્ર 53 સેકન્ડમાં કેટલી કરામત કરી નાખી

હજાર હાથોએ કર્યો કમાલનો ડાન્સ, VIDEOમાં જુઓ માત્ર 53 સેકન્ડમાં કેટલી કરામત કરી નાખી

 | 6:55 pm IST

સોશિયલ મીડિયામાં 53 સેકન્ડનો એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જે જોઈને લોકોને ખુબ આનંદ આવી રહ્યો છે. લોકોએ આ વીડિયોને અદભૂત પ્રતિસાદ આપ્યો છે. ખુબ શેર થઈ રહેલા આ વીડિયોમાં ડાન્સની કળાને કંઈક હટકે પ્રસ્તુત કરવામાં આવી છે.

આ ડાન્સની ખાસિયત છે હાથ. કારણ કે ચહેરા અને હાવભાવથી પણ વધારે આ ડાન્સમાં હાથોએ કમાલ કરી દેખાડ્યો છે. આ વીડિયોને 14 સપ્ટેમ્બરનાં રોજ શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો લાખો લોકો જોઈ ચૂક્યા છે અને હજુ પણ વાયુવેગે શેર થઈ રહ્યો છે.

આ વીડિયોને શેર કરનારે કેપ્શનમાં લખ્યું કે હજારો હાથોનો કમાલ. ખરેખર આ અદભૂત છે. આ ટ્વીટ પર 200થી વધારે લોકોએ પ્રતિભાવ આપ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન