હાથી સામે 'બાહુબલી' બનવા ગયેલા યુવકના કેવા થયા હાલ, જુઓ Video - Sandesh
NIFTY 10,418.45 +40.05  |  SENSEX 33,937.48 +162.82  |  USD 64.5775 +0.37
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • હાથી સામે ‘બાહુબલી’ બનવા ગયેલા યુવકના કેવા થયા હાલ, જુઓ Video

હાથી સામે ‘બાહુબલી’ બનવા ગયેલા યુવકના કેવા થયા હાલ, જુઓ Video

 | 3:28 pm IST

ફિલ્મ બાહુબલીમાં દેખાડેલ એક સ્ટંટની કોપી કરવી એક યુવકને ભારે પડી છે. ફિલ્મમાં હીરો પ્રભાસના હાથી સાથે કેટલાંય સીન હતા. જો કે ફિલ્મમાં દેખાડેલો હાથી અસલી નહોતો. પરંતુ સ્પેશ્યલ ઇફેક્ટની કમાલ હતી. ફિલ્મમાં પ્રભાસ હાથીના પગ પરથી ચઢે છે અને બાદમાં તેની સૂંઢને ચૂમે છે. આવું જ કારનામું કરતાં એક વ્યક્તિએ એક હાથીને કંઇક ખવડાવ્યું અને તેના માથે ચૂમ્યો. પરંતુ કદાચ આ હરકત હાથીને પસંદ આવી નહોતી. હાથીએ માથાથી જ જોરદાર ફટકો માર્યો કે પેલો ભાઇ ઉછળીને તમ્મર ખાઇ જમીન પર પડી ગયો. ટક્કર એવી જોરદાર વાગી કે પેલો ભાઇ જમીન પર જ જાણે બેભાન થઇ ગયો. પરંતુ આ યુવકનું કિસ્મત સારું હતું કે મોટી દુર્ઘટના ટળી અને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરાઇ.