Viral Video Tiger Vs Sloth Bear Close Encounter Shocking Video
  • Home
  • Videos
  • Featured Videos
  • ગજબ થયું જયારે અચાનક પાછળથી આવ્યું રીંછ…!

ગજબ થયું જયારે અચાનક પાછળથી આવ્યું રીંછ…!

 | 7:11 pm IST
  • Share

એમ તો આપણે ઘણી વાર રીંછ અને વાઘના એકબીજા પર આક્રમણ કરતા વિડીયો જોયા હશે પણ સોશિયલ મીડિયા તાજેતરમાં વાયરલ થયેલો વિડીયો જોઈને લોકોને પોતાની આંખ પર વિશ્વાસ નથી આવતો. વિડીયોમાં એક આળસુ રીંછ અને વાઘ એકબીજાની નજીક આવી જાય છે, પણ આશ્ચર્યની વાત એ છે કે બંને એકબીજાને અડતા પણ નથી.

આ વીડિયોમાં એક વાઘ જતો દેખાઈ રહ્યો છે અને પાછળથી અચાનક જ રીંછ આવી જાય છે. અને બંને એકબીજા પર કોઈ જ આક્રમણ કરતા નથી. ખરેખર, રીંછને બે પગ પર ઉભેલો જોઈને, વાઘ જમીન પર બેસી જાય છે. આ આખી ઘટના કોઈ પ્રવાસીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી છે. આ વિડીયોમાં તેને શૂટ કરનાર એકબીજાને હલનચલન ન કરવા અને શાંત રહેવા કહી રહયા છે, એવું સંભળાઈ રહ્યું છે. વિડીયોના અંતમાં રીંછની નજર ત્યાં હાજર લોકો પર પડે છે અને રીંછ ત્યાંથી ભાગતું દેખાય છે જયારે વાઘ અંત સુધી જમીન પર બેઠેલો જોવા મળે છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો