viral video tree burns from inside this stuns internet
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: વીજળી પડતાં ઝાડ સોંસરવુ ચીરાયું અને આગ ભભૂકી, ક્યારેય ન જોઈ એવી ખોફનાક ઘટના

VIDEO: વીજળી પડતાં ઝાડ સોંસરવુ ચીરાયું અને આગ ભભૂકી, ક્યારેય ન જોઈ એવી ખોફનાક ઘટના

 | 1:12 pm IST

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો થોડો હટકે છે. વરસાદની ઋતુએ આમ તો બાય બાય કહી દીધું છે પરંતુ હજુ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. તમે ક્યાંક ક્યાંક સાંભળ્યું હશે કે આ જગ્યાએ કે ત્યાં વીજળી પડી. વીજળી પડવાથી મોટું નુકશાન પણ થઈ શકે છે એ વાત બધા ભલિભાતી જાણે છે.

જે વીડિયો વિશે વાત કરવામાં આવે છે એમાં પણ વીજળી પડવાની જ ઘટના બતાવી છે. પરંતુ ત્યા વીજળી પડવાથી જે નુકશાન થયું એ જોયા જેવું હતું. એક ઝાડ પર વીજળી પડે છે અને ઝાડ ઊભે ઊભું ચીરાય જાય છે. બાદમાં તેમા આગ ભભૂકવા લાગે છે અને આ દૃશ્ય કોઈએ કેમેરામાં કેદ કરી લીઘું.

19 ઓક્ટોબરના રોજ આ વીડિયોને કોઈ દ્વારા ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને 17 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળી ગયા છે. 1.34 લાખ લોકોએ રિટ્વીટ કર્યું અને 5 લાખ લોકોએ લાઈક્સ. વીડિયો જોઈને ઘણા લોકોને એવું લાગતું હશે કે કોઈ માણસે આ ઝાડમાં આગ લગાવી છે પરંતુ એવું જરાય નથી. જુઓ આ ખોફનાક વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન