Viral Video Truck parts continue to roll on road after accident
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ઍક્સિડન્ટ પછી પણ ટ્રકનો નીચેનો ભાગ ચાલતો જ રહ્યો, લોકોએ કહ્યું – શરીર ત્યાગીને આત્મા નીકળી ગઈ…

ઍક્સિડન્ટ પછી પણ ટ્રકનો નીચેનો ભાગ ચાલતો જ રહ્યો, લોકોએ કહ્યું – શરીર ત્યાગીને આત્મા નીકળી ગઈ…

 | 2:53 pm IST
  • Share

અકસ્માત થયા બાદ રસ્તા પર ફરતા ટ્રકના ભાગોના વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સમાં તહેલકો મચાવી દીધો છે. માત્ર ગણતરીની સેકન્ડની આ ક્લિપમાં બે માણસો રસ્તા પર ચાલતા દેખાય છે જ્યારે ટ્રક રસ્તા પર વળાંક લીધા પછી તેમની નજીક આવે છે. વળાંક લીધા બાદ તરત જ ટ્રકનો ઉપરનો ભાગ છૂટો થઈને પડી જાય છે અને નીચેનો ભાગ રસ્તા પર ચાલ્યા જ કરે છે. ત્યારે જ તરત જ ટ્રકનો ડ્રાઈવર ઉભો થઈને ટ્રકના રસ્તા પર ચાલતા ભાગની પાછળ દોડે છે.

આ ઘટના ક્યારે અને ક્યાં બની તે અંગે કોઈ માહિતી નથી. પણ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને કૅપ્શન આપવામાં આવ્યું છે – ‘શરીર ત્યાગીને આત્મા નીકળી ગઈ…’ સોશિયલ મીડિયા યુઝર્સ એમ પણ કહી રહયા છે કે મોહમાયા પણ આત્માની પાછળ દોડી રહી છે. લોકો આ વિડીયો પર ખૂબ જ કૉમેન્ટ્સ કરી રહયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન