ચૂંટણી જીતતાં પત્નીએ પતિને ખભે બેસાડી કરી ઉજવણી, સોશિયલ મીડિયામાં Video થયો વાઈરલ
ચૂંટણીમાં જ્યારે કોઈ ઉમેદવાર ઈલેક્શન જીતે છે તો તેમના પરિવારજનો અને સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ જાય છે. અને તેઓ પોતાના ઉમેદવારને તેડીને કે ખભે બેસાડીને વિજયનો ઉન્માદ કરે છે. પણ મહારાષ્ટ્રમાં એક અલગ જ કિસ્સો જોવા મળ્યો હતો. મહારાષ્ટ્રમાં હાલમાં જ પંચાયત ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જે બાદ ઠેર ઠેર ઉજવણીનાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેવામાં પુણેની પાલૂ ગ્રામ (Palu village) પંચાયતમાં સંતોષ શંકર ગુરવે (Santosh Gurav) 221 વોટથી ઈલેક્શન જીત્યું હતું. જે બાદ ઉન્માદમાં આવેલી પત્નીએ પતિને ખભે બેસાડી દીધો હતો. અને આખા ગામમાં ઉજવણી કરતાં પતિને લઈને ફરી હતી. સોશિયલ મીડિયામાં સંતોષની પત્ની રેણુકાનો (Renuka Santosh Gurav) વીડિયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન