Viral Video: Woman caught 20 kg python, stood up goosebumps
  • Home
  • Featured
  • અદ્દભૂત VIDEO: આ બહાદૂર મહિલાની હિમ્મતને સલામ, દોઢ મીનિટના વીડિયોમાં લોકોના રોકાયા શ્વાસ

અદ્દભૂત VIDEO: આ બહાદૂર મહિલાની હિમ્મતને સલામ, દોઢ મીનિટના વીડિયોમાં લોકોના રોકાયા શ્વાસ

 | 12:07 pm IST

અજગરને જોતા જ લોકોના રૂવાડા ઉભા થઇ જાય છે. ત્યારે સોશિયલ મીડિયા પર સાપ, અજગર કેટલાક ડરાવના વીડિયો વાયરલ થતા રહે છે. ત્યારે આવો જ એક અજગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં મહિલાએ 20 કિલોના અજગરને જીવતો પકડ્યો છે. આ વીડિયો શેર કરતાની સાથે જ 46 હજાર વ્યૂઝ મળી ગયા છે.

આ વીડિયો ઇરેનાકુલમ શહેરની એક કોલોનીનો છે. જ્યાં અજગર જોવા મળ્યો હતો. અજગરને જોઇને લોકો ડરથી ભાગી ગયા પરંતુ આ વચ્ચે નૌસેનાના એક વરિષ્ઠ અધિકારીની પત્ની વિદ્યા રાજૂએ તેને પકડી લીધો છે. આ અજગર ઝાડની નીચે ઘાસમાં છુપાયેલો હતો. વિદ્યાએ અજગરની ગરદનથી પકડીને એક કપડાના થેલાની અંદર નાખી દીધો. આ મહિલાની હિમ્મતને સલામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન