ViralVideo: A river that gives the feeling of paradise on earth
  • Home
  • Uncategorized
  • ViralVideo: ધરતી પર જન્નતનો અહેસાસ અપાવતી નદી, 5 રંગોમાં વહે છે તેની ધારાઓ

ViralVideo: ધરતી પર જન્નતનો અહેસાસ અપાવતી નદી, 5 રંગોમાં વહે છે તેની ધારાઓ

 | 10:39 am IST

વિશ્વમાં અનેક કુદરતી વસ્તુઓ છે. જે ખુબ જ રમણિય છે. ઓછા વરસાદ બાદ દેખાતા ઈંદ્રઘનુષમાં દેખાતા 7 રંગો આપણને મંત્રમુગ્ધ કરી દે છે. ક્યારેક ક્યારેક સૂર્ય અને ચંદ્ર્ની એવી નયનરમ્ય પ્રકૃતિ આપણને શાયર બનવા મજબૂર કરે છે. આજે અમે પણ આપને કુદરતી આવી જ એક અનોખી રચના વિશે જણાવા જઈ રહ્યા છીએ. મોટા ભાગે નદીના પાણીનો રંગ વાદળી અથવા તો સફેદ હોય છે. જ્યારે તેના પર સૂર્યના કિરણો પડે છે, ત્યારે તેનો નજારો કંઈક અલગ જ હોય છે. આજૂબાજૂમાં ગાઢ અંધારૂ હોય અથવા તો પાણી ગંદૂ હોય ત્યારે તેનો રંગ કાળો દેખાય છે. જો કે, દક્ષિણ આફ્રિકાના મહાદ્વીપ કોલંબિયામાં આવી જ એક નદી છે. જેના પાણીમાં પાંચ રંગ જોવા મળે છે. જે પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. આ નદીનું નામ ક્રિસ્તાલેસ જે, જે એક સ્પેનિશ શબ્દ છે. અંગ્રેજીમાં તેનો અર્થ થાય છે ક્રિસ્ટલ ચેનલ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન