VIRALVIDEO : This Baba is begging by singing a song in English
  • Home
  • Videos
  • Featured Videos
  • અંગ્રેજીમાં સોન્ગ ગાઈને ભીખ માંગી રહ્યા છે આ બાબા, વીડિયો જોઈને આવી જશે રાનૂ મંડલની યાદ

અંગ્રેજીમાં સોન્ગ ગાઈને ભીખ માંગી રહ્યા છે આ બાબા, વીડિયો જોઈને આવી જશે રાનૂ મંડલની યાદ

 | 3:54 pm IST

શું તમે ક્યારેય કોઈ ભિખારીને કડકડાટ અંગ્રેજી બોલતા કે અંગ્રેજીમાં મસ્ત સોંગ ગાતા જોયો છે ? નહીં જોયું હોય. આજકાલ સોશિયલ મીડિયા ઉપર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તમને આ નજારો જોવા મળશે. આ સિવાય તમને આ વીડિયોને જોઈને રાનૂ મંડલની યાદ આવી જશે. તે જ રાનૂ મંડલ જેને રેલવે સ્ટેશન ઉપર લતા મંગેશકરનું સોન્ગ ગાતા જોવા મળી હતી. અને વીડિયો વાયરલ થતા રાતોરાતો સ્ટાર્સ બની ગઈ હતી.હિમેશ રેશમિયાએ તેને પોતાની ફિલ્મમાં સોન્ગ ગાવાની તક આપી હતી. આ વખતે આપણે જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તે બિહારમાં પટનાના ભીખ માંગતા એક બાબાનો છે. જેમાં આશ્ચર્યની વાત એ છે કે સન્ની બાબા નામનો આ વ્યક્તિ અંગ્રેજીમાં સોન્ગ ગાઈને ભીખ માંગે છે.

આ બાબાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે લોકો સાથે વાત કરતા નજરે પડી રહ્યો છે. લોકો તેને સવાલ પૂછી રહ્યા છે અને તેના વિશે જાણવાના પ્રયત્નો કરી રહ્યા છે. જુઓ વીડિયો..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન