VIRALVIDEO:This kid is having fun in a live recording on TV
  • Home
  • Videos
  • Featured Videos
  • અરે અરે ! આ ટેણીયું પણ ગજબનું છે, લાઈવ રિપોર્ટિંગમાં કેમેરાની સામે કરી રહ્યું છે નખરા

અરે અરે ! આ ટેણીયું પણ ગજબનું છે, લાઈવ રિપોર્ટિંગમાં કેમેરાની સામે કરી રહ્યું છે નખરા

 | 1:50 pm IST

આજકાલના બાળકો પણ કમાલ છે હો. ગમે ત્યારે ગમે ત્યાં પોતાની મોજમાં મસ્તી કરતા જ નજરે પડતા હોય છે. આવા જ એક મસ્તી કરતા બાળકનો વીડિયો સોશિયલ મીડિયમાં વાયરલ થયો છે. ન્યૂઝ એન્કર લાઈવ કરી રહી હતી ત્યારે એક બાળક અચાનક પાછળથી આવ્યુ અને જબરદસ્ત ડાંસ કરવા લાગ્યું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બીબીસીના પ્રેંજેટર જેન બાર્ટે્મ બ્રિટેનમાં ભારે પવનની વચ્ચે રિપોર્ટીંગ કરી રહ્યા હતા. બરાબર એજ સમયે એક બાળક પાછળ આવ્યુ અને કેમેરાની સામે જોઈને ડાંસ કરવા લાગ્યુ. વીડિયો જોઈને આપ પણ હસવા લાગશો.

આ મજેદાર વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેમેરાને જોતા બાળક સામે આવી જાય છે અને ડાંસ કરવા લાગે છે. આ બાળકનું નામ લિયો બતાવવામાં આવે છે. જેન બાર્ટેમે આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે શર્ટ ઉપરનીચે કરી રહ્યો છે. જો કે એન્કરને ખબર નહોતી કે, પાછળ કોઈ બાળક આ રીતની હરકત કરી રહ્યો છે. એ તો રિપોર્ટીંગ કરતી રહી અને બાળક ડાંસની મજા લેતો રહ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન